સુઇગામ: મોરવાડાનું આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશન શોભાના ગાંઠિયા સમાન

અટલ સમાચાર,સુઇગામ બનાસકાંઠા જિલ્લાના સરહદી સુઇગામ તાલુકામાં આવેલ મોરવાડા આઉટ પોસ્ટ 33 લાખ ઉપરાંતના ખર્ચે 2006-07ના વર્ષમાં બનાવવમાં આવી હતી. પોલીસ આવાસના રૂમો બિન વપરાશ હોઈ અને આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશન હોવા છતાં પોલીસ સ્ટેશનમાં કોઈ કર્મચારી હાજર ન રહેતા હાલ મોરવાડા આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશન ખંડેર જેવું બની ગયું છે. સુઇગામ તાલુકાના મોરવાડા આઉટ
 
સુઇગામ: મોરવાડાનું આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશન શોભાના ગાંઠિયા સમાન

અટલ સમાચાર,સુઇગામ

બનાસકાંઠા જિલ્લાના સરહદી સુઇગામ તાલુકામાં આવેલ મોરવાડા આઉટ પોસ્ટ 33 લાખ ઉપરાંતના ખર્ચે 2006-07ના વર્ષમાં બનાવવમાં આવી હતી. પોલીસ આવાસના રૂમો બિન વપરાશ હોઈ અને આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશન હોવા છતાં પોલીસ સ્ટેશનમાં કોઈ કર્મચારી હાજર ન રહેતા હાલ મોરવાડા આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશન ખંડેર જેવું બની ગયું છે.

સુઇગામ તાલુકાના મોરવાડા આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનમાં હંમેશા ખંભાતી તાળાં લાગેલાં જોવા મળે છે. આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનની અંદર જઈ તપાસ કરતાં ત્રણ રૂમના દરવાજા અને બારી બારણાં તેમજ સંડાસ-બાથરૂમના રૂમો સાવ ખુલ્લા અને કચરા ગંદકીથી ખદબદતા જોવા મળી રહયા છે. મોરવાડા આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનમાં એક હેડ કોન્સ્ટેબલ અને બે પોલીસ કર્મચારીઓની પોસ્ટ છે. તેમ છતાં આ ત્રણેયમાં થી એક પણ કર્મચારી પોલીસ સ્ટેશનની અંદર ક્યારેય હાજર જોવા મળતા ન હોવાનુ સ્થાનિકોમાં ચર્ચાઇ રહયુ છે. પોલીસના રહેણાક માટે મકાન બનાવેલ મકાન બિનવપરાશ પડેલ હોઇ મોરવાડા વિસ્તારમાં દારૂડિયા જુગારીયા તેમજ અસામાજિક તત્વોનો વધારો થયેલો જોવા મળી રહ્યો છે. પોલીસ સ્ટેશનના પોલીસ કંટ્રોલરૂમના પાછળના દરવાજા પણ ખુલ્લા પડેલા હોઇ જે બિન વપરાશ અને બિનવારસ પડેલા પોલીસ મકાનોમાં કોઈ લુખ્ખા તત્વો અડ્ડો જમાવતા હોય તેવું સ્થળ તપાસ કરતા જોવા મળી રહયુ છે.

સુઇગામ: મોરવાડાનું આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશન શોભાના ગાંઠિયા સમાન

લોકોની સુરક્ષાની જેની જવાબદારી છે તેવા પોલીસ કર્મચારીઓના રહેણાંક મકાનો જ અસુરક્ષિત હોવાની વાતને લઈને સરહદી સુઈગામ પંથકમાં પોલીસ તંત્ર પ્રત્યે કચવાટ જોવા મળી રહ્યો છે. ત્યારે જિલ્લા પોલીસ વડા દ્વારા મોરવાડા આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનમાં જે પોલીસ કર્મચારીઓની નિમણૂક થયેલી છે તે કાયમી ધોરણે મોરવાડા આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનમાં રહે અને લાખોના ખર્ચે બનેલ પોલીસ આવાસોનો રહેણાંક તરીકે ઉપયોગ કરે તે બાબતે યોગ્ય પગલા કયારે લે તેની રાહ જોવાઇ રહી છે.

14 ગામો ના આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનમાં પોલીસની જો કાયમી હાજરી રહેશે તો ગુનાખોરી પર પણ નિયંત્રણ આવશે. વર્ષોથી બિન વપરાશ પડેલા આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનનું વીજ મીટર પણ કપાયેલું છે. વળી કમ્પાઉન્ડમાં ઝાડી ઝાંખરા ઉગેલા છે,જે વર્ષોથી બિન વપરાશ હોવાની ચાડી ખાય છે. વર્ષો પહેલા ધમધમતા મોરવાડા આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનમાં હાલ કાગડા ઉડે છે. ત્યારે જિલ્લા પોલીસ વડા ફરીથી મોરવાડા પોલીસ સ્ટેશનને ધમધમતું કરશે ખરા ? તેવો સવાલ લોકોમાં ઉઠી રહયો છે.