સુઇગામઃ લોકડાઉનમાં યુવાનો દ્વારા 100 કીટનું વિતરણ કરાયું
અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર) કોરોના મહામારીના લીધે સમગ્ર દેશમાં લોકડાઉન હોઈ ગરીબ અને મજૂરવર્ગના લોકોની હાલાકી વધી ગઈ છે. ત્યારે સેવાભાવી સંસ્થાઓ, યુવાનો,વડીલો દ્વારા આવા લોકોને જીવન જરૂરી ચીજ વસ્તુઓ પુરી પાડી માનવતાનું કાર્ય કરાઇ રહ્યું છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો બનાસકાંઠા જીલ્લાના સુઇગામ તાલુકાના મોરવાડા ગામના સિદ્ધરાજસિંહ વાઘેલા, કેશુભા
Apr 24, 2020, 10:36 IST

અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર)
કોરોના મહામારીના લીધે સમગ્ર દેશમાં લોકડાઉન હોઈ ગરીબ અને મજૂરવર્ગના લોકોની હાલાકી વધી ગઈ છે. ત્યારે સેવાભાવી સંસ્થાઓ, યુવાનો,વડીલો દ્વારા આવા લોકોને જીવન જરૂરી ચીજ વસ્તુઓ પુરી પાડી માનવતાનું કાર્ય કરાઇ રહ્યું છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
બનાસકાંઠા જીલ્લાના સુઇગામ તાલુકાના મોરવાડા ગામના સિદ્ધરાજસિંહ વાઘેલા, કેશુભા વાઘેલા, માનાજી ઠાકોર, ડેલીગેટ, રમેશભાઈ ઠાકોર, ઠાકરસિંહ ઠાકોર, નરપતસિંહ વાઘેલા, મહેન્દ્રસિંહ વાઘેલા સહિતના યુવાનો દ્વારા ફાળો કરી ગામના ગરીબ, વિધવા અને જરૂરિયાતમંદ લોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓની 100 કિટો વિતરણ કરી હતી.