આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, સુઇગામ(દશરથ ઠાકોર)

સુઇગામ તાલુકાની મોરવાડા હાઈસ્કૂલમાં તાલુકા કક્ષાની ખેલ મહાકુંભ અંતર્ગત એથ્લેટીક્સ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં કુલ 18 ટીમોના 220 વિદ્યાર્થીઓએ ભાગ દીધો હતો. તાલુકા કક્ષાના ખેલ મહાકુંભ અંતર્ગત એથ્લેટીક્સ સ્પર્ધામાં લાંબી કુદ, ટૂંકી કુદ 100, 200, 400, 800 અને 1500 મીટર દોડ, ચક્ર ફેંક, ગોળા ફેંક, ભાલા ફેંક વિગેરે સ્પર્ધાઓમાં અંડર 14, અંડર 16, અંડર 17 શ્રેણીમાં સુઇગામ તાલુકામાંથી કુલ 18 ટીમોના 220 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

જેમાં તમામ શ્રેણીમાં મોરવાડાની શ્રી ર.ન સધાણી પ્રકાશ વિદ્યાલય હાઈસ્કૂલને જનરલ વિજેતા જાહેર કરાઈ હતી. કાર્યક્રમનું સંચાલન અને મોનીટરીંગ વ્યાયામ શિક્ષક ડૉ.બ્રિજેશભાઈ પટેલે કર્યું હતું. યજમાન મોરવાડા હાઈસ્કૂલના આચાર્ય કરણસિંહ વાઘેલાએ શાળામાં રમત ગમત માટેની વ્યવસ્થા કરી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code