આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર)

આગામી દિવસોથી શરૂ થતાં મુસ્લિમોના તહેવાર રમઝાનને લઈ સુઇગામ તાલુકાના મુસ્લિમ અગ્રણીઓ દ્વારા ગુરુવારે સુઇગામ પો.સ્ટે,પી.એસ.આઈ એચ.બી.પરમારની અધ્યક્ષતામાં માર્ગદર્શન મિટિંગ કરી હતી. લોકડાઉનને લઈ કાયદા કાનૂનનું પાલન થાય તે રીતે પવિત્ર રમઝાન માસ દરમ્યાન તમામ મુસ્લિમ બિરાદરો પોતાના ઘરે જ નમાજ અદા કરે અને મસ્જિદમાં કોઈ ભેગા ન થાય તેવું સુચન કરવામાં આવ્યુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્કલાના સુઇગામ તાલુકામાં કલેક્ટરના જાહેરનામાનું સંપૂર્ણ પાલન કરે તેવી સૂચના સુઇગામ પી.એસ.આઈ તરફથી આપવામાં આવી હતી. જેમાં મુસ્લિમ અગ્રણીઓ દ્વારા પણ કાયદાના અનુશાસનમાં રહી દરેક મુસ્લિમ બિરાદરો પવિત્ર રમઝાન માસની નમાજ પોતપોતાના ઘરે અદા કરશે તેવી ખાત્રી આપી હતી. જેમાં સુઇગામ તા.પંચાયત સદસ્ય અતુભા મલેક, જોરુભા મલેક સહિત મુસ્લિમ અગ્રણીઓએ હાજરી આપી હતી.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code