સુઇગામ: ટાઇગર ઓફ બી.કે ગ્રુપ દ્રારા યાત્રાળુંઓ માટે સેવા કેમ્પનું આયોજન

અટલ સમાચાર,સુઇગામ (દશરથ ઠાકોર) બનાસકાંઠા જિલ્લાના ક્ષત્રિય ઠાકોર સમાજ યુવાનો દ્રારા એક વોટ્સએપ ગ્રુપ છેલ્લા એક વર્ષથી ચાલી રહયુ છે જેમાં ગુર્પ નું નામ છે ટાઇગર ઓફ બી.કે. આ ગ્રુપ ગરીબ પરિવાર, શિક્ષણ સાથે સેવાકીય પ્રવૃત્તિ કરી રહયુ છે. જેમાં ગ્રુપનો પ્રથમ સેવા કેમ્પ સંત સદારામ બાપાના ગુરુપૂર્ણિમાના દિવસે કેમ્પનું આયોજન કરાયું હતું. ત્યાર બાદ
 
સુઇગામ: ટાઇગર ઓફ બી.કે ગ્રુપ દ્રારા યાત્રાળુંઓ માટે સેવા કેમ્પનું આયોજન

અટલ સમાચાર,સુઇગામ (દશરથ ઠાકોર)

બનાસકાંઠા જિલ્લાના ક્ષત્રિય ઠાકોર સમાજ યુવાનો દ્રારા એક વોટ્સએપ ગ્રુપ છેલ્લા એક વર્ષથી ચાલી રહયુ છે જેમાં ગુર્પ નું નામ છે ટાઇગર ઓફ બી.કે. આ  ગ્રુપ ગરીબ પરિવાર, શિક્ષણ સાથે સેવાકીય પ્રવૃત્તિ કરી રહયુ છે. જેમાં ગ્રુપનો પ્રથમ સેવા કેમ્પ સંત સદારામ બાપાના ગુરુપૂર્ણિમાના દિવસે કેમ્પનું આયોજન કરાયું હતું. ત્યાર બાદ દિયોદર તાલુકાના જાલોઢા ગામના ગરીબ પરિવારને ધર-વખરીનો સરસામાન અને આર્થિક મદદ કરી હતી. તે બાદ મીઠા ગામની આશાબેન ઠાકોર ને અભ્યાસ માટે આર્થિક મદદ કરવામાં આવી હતી.

સુઇગામ: ટાઇગર ઓફ બી.કે ગ્રુપ દ્રારા યાત્રાળુંઓ માટે સેવા કેમ્પનું આયોજન

વોટ્સએપ ગ્રુપ ટાઇગર ઓફ બી.કે દ્રારા ઢીમાં જતાં પગપાળા યાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કર્યુ છે. ટાઇગર ઓફ બી.કે ગ્રુપના એડમીન મિત્રો તથા ગ્રુપના સભ્યો દ્રારા ફાળો લખાવતા હાલ 60 હજાર રૂપિયાથી વધુનો ફાળો એકત્રિત થયો છે. ત્યારે આ ટાઇગર ઓફ બી.કે ગ્રુપ સેવા કેમ્પનું ઓપનિંગ ક્ષત્રિય ઠાકોર સમાજ બોડીંગ થરાના પ્રમુખ ભુબતજી ઠાકોર અને ડૉ.કનુભાઇ સોલંકીના હસ્તે રાખવામાં આવ્યુ છે. ટાઇગર ઓફ બી.કે ગ્રુપના તમામ સભ્યો હાજર રહીને ઢીમાં જતા પગપાળા યાત્રીઓને સેવા આપશે.

સુઇગામ: ટાઇગર ઓફ બી.કે ગ્રુપ દ્રારા યાત્રાળુંઓ માટે સેવા કેમ્પનું આયોજન