સુઇગામ: વહેલી સવારે દેવપુરા નજીક ટ્રેઇલર પલટાયું
અટલ સમાચાર, સુઇગામ બનાસકાંઠા જિલ્લાના સરહદી સુઇગામના દેવપુરા નજીક મોરબીથી આવી રહેલ ટ્રેઇલરના ચાલકે કાબુ ગુમાવતા ટ્રેઇલર પલ્ટી મારતાં ટ્રેઇલરમાં ભરેલ ટાઇલ્સનો કચ્ચરઘાણ થઈ ગયો હતો. જોકે સદનસીબે ચાલક અને કંડકટરનો આબાદ બચાવ થયો હતો. સીધાંડા થી સુઇગામ, વાવ થરાદ કસ્ટમ રોડ આવેલો છે. મોટા ભાગની કચ્છમાં થી આવતી તમામ ગાડીઓ સીધાંડા, સુઇગામ, વાવ, થરાદ
Mar 14, 2019, 15:23 IST

અટલ સમાચાર, સુઇગામ
બનાસકાંઠા જિલ્લાના સરહદી સુઇગામના દેવપુરા નજીક મોરબીથી આવી રહેલ ટ્રેઇલરના ચાલકે કાબુ ગુમાવતા ટ્રેઇલર પલ્ટી મારતાં ટ્રેઇલરમાં ભરેલ ટાઇલ્સનો કચ્ચરઘાણ થઈ ગયો હતો. જોકે સદનસીબે ચાલક અને કંડકટરનો આબાદ બચાવ થયો હતો. સીધાંડા થી સુઇગામ, વાવ થરાદ કસ્ટમ રોડ આવેલો છે.
મોટા ભાગની કચ્છમાં થી આવતી તમામ ગાડીઓ સીધાંડા, સુઇગામ, વાવ, થરાદ થઈને રાજસ્થાન તરફ જતી હોય છે. ત્યારે ગુરૂવારે વહેલી સવારે સુઇગામના દેવપુરાના પાટિયા નજીક ટ્રેઇલરે પલ્ટી મારતાં અંદર ભરેલી ટાઇલ્સની પેટીઓનો કચ્ચરઘાણ થઈ ગયો હતો. લોકો દ્રારા જાણવા મળતી માહિતી પ્રમાણે ચાલકને જોકું આવતા સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવતા અકસ્માતમાં થયો હતો.