સુઈગામ: ખેડૂતોના પ્રશ્નોનું ઉકેલ લાવવા ભારતીય કિશાન સંઘનું આવેદનપત્ર

અટલ સમાચાર,સુઇગામ (દશરથ ઠાકોર) બનાસકાંઠા જિલ્લાના સરહદી સુઇગામ, વાવ ભાભર તાલુકાના ખેડૂતો ગંભીર પ્રશ્નોનું નિરાકરણ લાવવા પ્રાંત કલેક્ટર સુઇગામને આવેદનપત્ર અપાયું હતું. જેમાં વાવ સુઇગામ તાલુકામાં આવેલ તીડ ને ના કારણે ખેડૂતોના ખેતીપાક માં ભારે થી અતિભારે નુકશાન થયેલ છે તો સરકાર દ્રારા 100 ટકા વળતર આપવામાં આવે અથવાતો પાક વીમો આપવા જિલ્લા કિશાન સંઘ
 
સુઈગામ: ખેડૂતોના પ્રશ્નોનું ઉકેલ લાવવા ભારતીય કિશાન સંઘનું  આવેદનપત્ર

અટલ સમાચાર,સુઇગામ (દશરથ ઠાકોર)

બનાસકાંઠા જિલ્લાના સરહદી સુઇગામ, વાવ ભાભર તાલુકાના ખેડૂતો ગંભીર પ્રશ્નોનું નિરાકરણ લાવવા પ્રાંત કલેક્ટર સુઇગામને આવેદનપત્ર અપાયું હતું. જેમાં વાવ સુઇગામ તાલુકામાં આવેલ તીડ ને ના કારણે ખેડૂતોના ખેતીપાક માં ભારે થી અતિભારે નુકશાન થયેલ છે તો સરકાર દ્રારા 100 ટકા વળતર આપવામાં આવે અથવાતો પાક વીમો આપવા જિલ્લા કિશાન સંઘ ના ઉપા અધ્યક્ષ દ્રારા જણાવ્યું હતું. સાથે વરસાદ ન થવાથી સુઇગામ, વાવ ભાભર  ને અછત ગ્રસ્ત વિસ્તાર જાહેર કરીને ઘાસ ડેપો ચાલુ સાથે ખેડૂતોને લાઈટ બિલ માફ કરવા જણાવ્યું હતું.

વાવ તાલુકાના કિસાન સંઘ ના પ્રમુખ હીરાજી ગોહિલે જણાવ્યું હતું કે વાવ સુઇગામ ભાભર તાલુકામાં માઇનોર.બ્રાન્ચ કેનાલો માં પૂરતું પાણી ન મળતું હોય તે પૂરતું પાણી આપવુ સાથે નર્મદા વિભાગ ના અધિકારીઓ ખેડૂતોના કોઈપણ પ્રશ્નનો સાંભળવા નથી તેવા ગંભીર આક્ષેપો કર્યા હતા. અને જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરે તેવી માંગ કરી હતી.

વળી નર્મદા ના અધિકારીઓ તેમની ઓફિસ માં પણ હાજર ન રહેતા હોય અને વારંવાર કેનાલો તૂટવા થી ખેડૂતોને મોટું નુકસાન થતું હોય છે. તેનું વળતર પણ આપવા માં આવે તેવી સરકાર પાસે માંગ કરી હતી. વાવ સુઇગામ અને ભાભર તાલુકામાં કેનાલો ના કામમાં ભ્રષ્ટાચાર થયેલ છે એથી રાજ્ય સરકારે જાતે તપાસ કરી સંરક્ષણ દીવાલ અને રોડ બનાવવા માં આવ્યા છે તેમાં વ્યાપાક કોન્ટ્રાકટર, અધિકારી ની મિલીભગત થી કરોડો રૂપિયાનો ચૂનો લગાવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો.

સુઈગામ: ખેડૂતોના પ્રશ્નોનું ઉકેલ લાવવા ભારતીય કિશાન સંઘનું  આવેદનપત્ર

સાથે ખેડૂતોને આપવામાં આવતી ખેતીવાડી વીજ જોડાણ યોજના રિસર્વે માં ક્ષત્રી ઓ તેમજ નકશાની ભુલો તેમજ કપાયેલ ખેડૂતો જમીન ફરી રિસર્વે કરવામાં આવે તેવી માંગ જિલ્લા કિસાન સંઘ માગણી કરવામાં આવી હતી.