આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર)

નોવેલ કોરોનાની વૈશ્વિક મહામારીના સમયમાં કોરોના કઇ રીતે કાબુમાં લાવવા માટે કેટલાક લોકો ઉકાળાનું સેવા તરીકે વિતરણ કરતાં હોય છે. આવી જ એક સારી અને સરાહનીય કામગીરી બનાસકાંઠા જીલ્લાના સુઇગામ તાલુકાના ગામે કરવામાં આવી છે. કોરોના સામે રક્ષણ મળે તેના માટે ઘણા લોકોએ ઉકાળાનું સેવન કર્યું હતુ.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના સુઇગામ તાલુકાના ઉચોસણ ગામના તા.પંચાયત સદસ્ય અતુભા મલેક અને રિપોર્ટર દશરથસિંહ ઝાલા દ્વારા ગુરુવારે વહેલી સવારે કોરોનાની ભયંકર મહામારી સામે રક્ષણ મળે તે માટે આયુર્વેદિક ઉકાળો બનાવી દુધડેરીએ અને ગામમાં આવતા જતાં લોકોને આપવામાં આવ્યો હતો. ગામના 300 જેટલા લોકોએ આયુર્વેદિક ઉકાળાનું સેવન કર્યું હતું. આ પ્રસંગે ગામના સરપંચ પ્રહલાદજી ઠાકોર હાજર રહ્યા હતા.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code