સૂઇગામ: ભટાસણાથી ગંજીપાનાનો શ્રાવણિયો જુગાર રમતા  6 શકુનીઓ ઝડપાયા

અટલ સમાચાર,સુઇગામ (દશરથ ઠાકોર) પોલીસ અધિક્ષક, બનાસકાંઠા એ આપેલ સુચના મુજબ તથા મદદનીશ પોલીસ અધિક્ષક થરાદ વિભાગ થરાદના માર્ગદર્શન મુજબ પ્રોહી/જુગારની બદૃી નેસ્ત નાબુદ કરવા કડક સચુના કરેલ હોઈ જે અન્વયે પો.સ.ઈ એ.આર.ચૌધરી તથા સ્ટાફના નરસિંહભાઈ, બબાભાઈ, રાજેશભાઈ, નરભેરામ સુઈગામ પો.સ્ટે. વિસ્તારમાં પ્રોહી/જુગાર પેટ્રોલીંગમાં હતા. આ દરમિયાન પો.સ.ઇ. એ.આર.ચૌધરીને જુગાર લગત બાતમી હકીકત મળતા સુઈગામ
 
સૂઇગામ: ભટાસણાથી ગંજીપાનાનો શ્રાવણિયો જુગાર રમતા  6 શકુનીઓ ઝડપાયા

અટલ સમાચાર,સુઇગામ (દશરથ ઠાકોર)

પોલીસ અધિક્ષક, બનાસકાંઠા એ  આપેલ સુચના મુજબ તથા મદદનીશ પોલીસ અધિક્ષક થરાદ વિભાગ થરાદના માર્ગદર્શન મુજબ પ્રોહી/જુગારની બદૃી નેસ્ત નાબુદ કરવા કડક સચુના કરેલ હોઈ જે અન્વયે પો.સ.ઈ એ.આર.ચૌધરી  તથા સ્ટાફના નરસિંહભાઈ, બબાભાઈ, રાજેશભાઈ, નરભેરામ સુઈગામ પો.સ્ટે. વિસ્તારમાં પ્રોહી/જુગાર પેટ્રોલીંગમાં હતા.

આ દરમિયાન પો.સ.ઇ. એ.આર.ચૌધરીને જુગાર લગત બાતમી હકીકત મળતા સુઈગામ પો.સ્ટે.ની હદમાં ભટાસણા ગામમાં આવેલ પ્રવિણભાઈ મોહનભાઇ જોષીના કબજા ભોગવટાના ઘરની આગળ ની ખુલ્લી જગ્યા માં લાઈટના અજવાળે ગંજીપાના વડે પૈસા પાનાથી હારજીતનો જુગાર રમાય છે.

જેથી પોલીસે અચાનક રેડ કરી  શંકરભાઇ હેમરાજભાઇ પ્રજાપતિ, પ્રવિણભાઇ મોહનભાઇ જોષી, અમરતભાઇ ગણપતભાઇ જોષી, માંનજીભાઇ કરસનભાઇ જોષી, નાગજીભાઇ જયરામભાઇ જોષી અને  જીવરામભાઇ ભુરજીભાઇ જોષી તમામ રહે . ભટાસણા તા . સુઇગામને રોકડ રકમ રૂ. 14,730 તથા જુગારના સાહિત્ય તથા મોબાઇલ નંગ–7 કિ.રૂ.19,000  મળી કુલ કિ.રૂ.33,730 ના મુદ્દામાલ  સાથે છ ઇસમો પકડી પાડી તમામ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.