આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, સુઇગામ

બનાસકાંઠા જિલ્લાના ભાભર ખાતે આવેલ જલારામ ગૌશાળામાં છેલ્લા 20 વર્ષથી માંદી, લુલી, લગડી, અકસ્માતગ્રસ્ત ગાયોની સારસંભાળ અને નિભાવ થઈ રયો છે ત્યારે જલારામ ગૌશાળાની હાલ 3 શાખાઓ ચાલી રહી છે. તેમાં 9300 ગૌમાતાઓ નિવાસ કરે છે. અને આજુબાજુના 200 કિ.મીના વિસ્તારમાંથી એમ્બ્યુલન્સ દ્રારા બીમાર અશક્ય વૃધ્ધ એક્સિડન્ટ થયેલી ગાયોને જલારામ ગૌશાળા ભાભર ખાતે તે ગાયો પાટા પડી ઓપરેશન કરી નિભાવ કરવામાં આવે છે. દૂધ દેતી ગાયોનું ખેડૂતોને વિતરણ કરવામાં આવે છે. જલારામ ગૌશાળાનું એક મોટું સાહસ કરીને સુઇગામ તાલુકાના દુધવા ગામના બ્રાહ્મણ ગોવિંદભાઇ માવાભાઇ અને તેમના પરિવાર અંદાજિત 32 એકર જેટલી 6 મહિના પહેલા દાનમાં મળેલ છે તેમાં ગાડાં બાવળો ઉગેલ હતા અને સમસ્ત મહાજન મુંબઈના ટ્રસ્ટીએ J.C.B દ્રારા બાવળોનું સફાઈ કરવામાં આવ્યું હતું. અમદાવાદ મુંબઈના દાતાઓને સમાચાર મળતા તેમને નવીન ગૌશાળા બનાવવા લગભગ એક કરોડ ઉપરાંત 5 મહિનાની અંદર દાન ભેગું કરીને જે થકી આ 32 એકર જગ્યામાં અત્યારે ગાયોના રહેઠાણ માટે 5 સેડ 1 ઘાસનું ગોડાઉન, ગાયોને પાણી પીવા માટે સરોવર, ટ્યુબવેલ પરબ ચબૂતરો સાથે ગાયોને ઘાસ ખાવા માટે ગમાણો વગેરે નિર્માણ કરી તેનું કામ પૂર્ણ થઈ ગયું છે. જેનું પ.પૂ.સંત દતશરણાનંદજી મહારાજ ગૌધમ પથમેડા હસ્તે સંતો મહંતો અને રાજકીય આગેવાનોની હાજરીમાં ઓપનિંગ થઇ રયું છે. ત્યારે ગૌ-પ્રેમીઓને ટ્રસ્ટી દ્રારા અપીલ કરવામાં આવી છે.

રામજીભાઇ મજીઠિયા દ્રારા જણાવ્યું હતું કે, અમારી જલારામ ગૌશાળાની 3 શાખાઓ ચાલી રહી છે. અને નવું સાહસ અમે સુઇગામના દુધવા ખાતે દુધેશ્ર્વર ગૌશાળાનું 14.4.2019 ના રોજ અને રામનવમી દિવસે તેનું ભવ્ય ઓપનિંગ કરવાનું હોવાથી તમામ ગૌ પ્રેમીઓને દુધવા ખાતે પધારવા અપીલ કરી હતી.

લીલાધરભાઇ ઠક્કરે જણાવ્યું હતું અમારો મુખ્ય ઉદ્દેશ ગાયોનું સવધન અને દૂધ આપતી ગાયો તૈયાર કરવાનો અમારો ઉદ્દેશ છે અને હાલ અમારી પાસે ગૌશાળામાં એક હજાર જેટલી સારી વાછરડીઓનો ઉછેર કરી રયા છીએ. સાથે દુધેશ્ર્વર ગૌશાળાના ઓપનિંગમાં સૌ ગૌ પ્રેમીઓ અને રાજકીય આગેવાનો અને મહંતો પધારી રહ્યા છે ત્યારે સૌ જનતાને પધારવા અપીલ કરી હતી.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code