આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર,સુઇગામ

સરહદી ગામોને જોડતી રડોસણ ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાં પાણી છોડવાની માંગ સાથે ખેડૂતોએ ઉગામ્યું ભૂખ હડતાળનું હથિયાર

 

સુઇગામ તાલુકાના છેવાડાના રડોસણ, મેઘપુરા, ગોલપ અને પાડણ ગામના ૫૦ જેટલા ખેડૂતો આજથી સુઇગામની પ્રાંત કચેરી આગળ ભૂખ હડતાળ પર ઉતરી ગયા છે. ખેડૂતો સુઇગામ પ્રાંત કચેરીએ અચોક્કસ મુદ્દતની ભૂખ હડતાળ પર ઉતરતા તંત્રમાં દોડધામ મચી ગઇ છે.અઠવાડિયા પહેલા કેનાલમાં પાણી છોડાવવા આવેદનપત્ર આપવા છતાં નર્મદાના અધિકારીઓએ કેનાલમાં પાણી પહોંચાડવા બાબતે નિષ્કાળજી દાખવતા ખેડૂતોમાં રોષની લાગણી ફેલાઇ ગઇ છે. સુઇગામ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પણ ખેડૂતો સાથે આ ભૂખ હડતાળમાં જોડાયા છે. સરહદી ગામોને જોડતી રડોસણ ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાં પાણી છોડવાની માંગ સાથે ખેડૂતોએ છેવટે ભૂખ હળતાળનું હથિયાર ઉગામ્યું છે. હાલ રડોસણ ડિસ્ટ્રીબ્યુટરી કેનાલ સફાઈ વગર અવાવરૂ હાલતમાં પડી છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code