સુઇગામ@આકરો ઉનાળો: સરહદી વિસ્તારમાં પીવાના પાણીની કિલ્લત

અટલ સમાચાર સુઇગામ બનાસકાંઠા જિલ્લાના સરહદી સુઇગામ તાલુકાના છેવાડાના ગામોમાં પીવાના પાણી ના પોકાર વચ્ચે ગુરુવાર ના દિવસે સરહદી વિસ્તારના ગામડાંઓમાં અટલ સમાચારના રિપોર્ટર દ્વારા ગ્રાઉન્ડ ઝીરો રિપોટીંગ કરતા સુઇગામ તાલુકાના અને બનાસકાંઠા અને પાટણ જિલ્લાની હદ આવેલા દુદોસણ ગામની મુલાકાત લેતા એવા દ્રશ્ય કેમેરામાં કેદ થયા હતા. તસ્વીરમાં દેખીને પણ હદય કંપાવે તેવા હતા
 
સુઇગામ@આકરો ઉનાળો: સરહદી વિસ્તારમાં પીવાના પાણીની કિલ્લત

અટલ સમાચાર સુઇગામ

બનાસકાંઠા જિલ્લાના સરહદી સુઇગામ તાલુકાના છેવાડાના ગામોમાં પીવાના પાણી ના પોકાર વચ્ચે ગુરુવાર ના દિવસે સરહદી વિસ્તારના ગામડાંઓમાં અટલ સમાચારના રિપોર્ટર દ્વારા ગ્રાઉન્ડ ઝીરો રિપોટીંગ કરતા સુઇગામ તાલુકાના અને બનાસકાંઠા અને પાટણ જિલ્લાની હદ આવેલા દુદોસણ ગામની મુલાકાત લેતા એવા દ્રશ્ય કેમેરામાં કેદ થયા હતા. તસ્વીરમાં દેખીને પણ હદય કંપાવે તેવા હતા કે સાત આઠ વર્ષની બાળાઓ જેઓને બાલમંદિર જવાના દિવસો છે ત્યારે તે બાળાઓના માથે 20 લીટર પાણી ભરાય તેવા બેડાં ઉપાડી રહી છે. આ ઉંમરે માતા-પિતાને ટેકો કરવા મજબૂર બન્યા છે ત્યારે દુદોસણ ગામમાં એક મોટું 50 હજાર લીટર ટાકું અને જમીનમાં પણ એક લાખ લીટર પાણીનો સંગ્રહીત કરી શકે તેવા ટાકા બનાવેલા છે. પરંતુ માત્ર શોભના ગાંઠિયા સામાન હોય તેવી જ રીતે જોવા મળી રહ્યા છે.

ટાકા ઉપર ઢાંકણું પણ નથી જ્યારે બાજુમાં હવાડો આવેલ છે તે પણ કોરો ધોકાર જોવા મળ્યો હતો અને બાજુમાં ચકલીઓ પાણી ભરવા માટે છે તે પણ હજુ ચકલીઓ ફીટ કરવામાં આવી નથી. જ્યારે પાણીના ટાકા પાસે ગાયો પણ પીવાના પાણીની રાહ જોઇને બેઠી છે. પાણી પુરવઠા વિભાગ જાણે કુંભકર્ણ નિદ્રામાં હોય તેવું સ્પષ્ટ દેખાઈ રયુ છે. ધેચાણા ગામ પાસેથી પાણી પુરવઠા વિભાગનો બોર આવેલો છે અને મોટા ટાંકા બનાવવામાં આવ્યા છે પણ તે ટાંકાઓ જર્જરીત હાલતમાં જોવા મળી રહ્યા છે. પાણી 10થી વધારે ગામોમાં ધેચાણા બોરથી આપવામાં આવે છે. પાણીના ટાકા ઉપર નથી ઢાંકણું અને ટાકું માથે થી પણ તૂટેલું હોવાથી તે ટાંકી ઓ ઉપર પક્ષીઓ કે ઉંદર સાપ જેવા બિનદાસ થી જે ગામો ને આ ટાંકા નું પાણી પીનાર ગ્રામજનોને ગંભીર બીમારીઓ કે અન્ય રોગો થાય તેના માટે જવાબદાર કોણ પાણી પુરવઠા વિભાગ કે રાજ્યસરકાર અનેક સવાલો જનતા ના મનમાં ઉઠવા પામ્યા છે ત્યારે બીજી બાજુ બોરૂ ગામની મુલાકાત લેતા ત્યાં પણ તેવી જ પરિસ્થિતિ જોવા મળી હતી. ત્યાં એક હવાડો પાણી ના ટાંકા પાસે બનાવેલો છે તે પણ કોરો ધોકાર જોવા મળ્યો હતો અને એક બાજુ તળાવ કોરું ધોકાર અને તળાવની પાળે હવાડો કોરો ધોકાર જોવા મળ્યો હતો ત્યારે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ કાગળો ઉપર દરરોજ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને પોતાનું પાપ છુપાવવા કાગળો ઉપર જ પાણીની કોઈપણ તકલીફ ન હોય તેવું રટણ રટતા હોય તેવું આ તસ્વીર પરથી સ્પષ્ટ દેખાઈ આવે આવે છે.

થોડા દિવસો અગાઉ કલેક્ટરે સુઇગામ તાલુકાની મુલાકાત લીધી હતી પણ પાણી પુરવઠાના અધિકારીઓ દ્વારા તેમનું પાપ છુપાવવા સારું કરીને આગલા દિવસે પાણીના હવાડા અને ગામમાં પાણીની રેલમછેલ કરી દીધી હતી. જ્યારે સત્ય હકીકત આ તસ્વીરો કહી જાય છે. સાથે જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને સુઇગામ તાલુકાના સરહદી વિસ્તારની ઓચિંતી મુલાકાત કરે તેવી માંગ ઉઠવા પામી હતી.