સુઇગામ: વોટ્સએપ ગુપ દ્વારા ગરીબ પરીવારને સહાય અર્પણ કરાઇ

અટલ સમાચાર, સુઇગામ, (દશરથ ઠાકોર) દિયોદર તાલુકાના જાલોઢા ગામના ગરીબ અને નિઃસહાય ઠાકોર પરિવારને ટાઇગર ઓફ બીકે ગ્રુપ દ્વારા 12000 રૂપિયા ની ઘરસામાનની ચીજવસ્તુઓ, કરીયાણુ, કપડા, પાણી માટે કેરબો અને રોકડ રકમ આપી સહાય અર્પણ કરી હતી. આ ગ્રુપ ઘ્વારા છાશવારે સામાજીક કામોમાં દાન કરવામાં આવતુ હોવાથી ગ્રુપના સભ્યોએ સોશિયલ મિડીયાનો સાચો ઉપયોગ કર્યો હોવાનું
 
સુઇગામ: વોટ્સએપ ગુપ દ્વારા ગરીબ પરીવારને સહાય અર્પણ કરાઇ

અટલ સમાચાર, સુઇગામ, (દશરથ ઠાકોર)

દિયોદર તાલુકાના જાલોઢા ગામના ગરીબ અને નિઃસહાય ઠાકોર પરિવારને ટાઇગર ઓફ બીકે ગ્રુપ દ્વારા 12000 રૂપિયા ની ઘરસામાનની ચીજવસ્તુઓ, કરીયાણુ, કપડા, પાણી માટે કેરબો અને રોકડ રકમ આપી સહાય અર્પણ કરી હતી. આ ગ્રુપ ઘ્વારા છાશવારે સામાજીક કામોમાં દાન કરવામાં આવતુ હોવાથી ગ્રુપના સભ્યોએ સોશિયલ મિડીયાનો સાચો ઉપયોગ કર્યો હોવાનું ચર્ચાઇ રહયુ છે.

થોડાક સમય અગાઉ મીડિયામાં છપાયેલા સંવેદનશીલ અહેવાલને પગલે દિયોદર તાલુકાના જાલોઢા ગામના ગરીબ ઠાકોર ઉકાભાઈ સવદાનભાઇના પરિવારજનોને માનવતાના ભાવે ટાઇગર ઓફ બી.કે(હાકોટા) વોટ્સએપ ગ્રુપમાં ગરીબ પરિવારને મદદ કરવાની ભાવનાથી ટહેલ નાખતાં ગ્રુપના મેમ્બરો દ્વારા ફૂલ નહિ તો ફૂલની પાંખડી રૂપે સહાય કરી હતી.

ઉલ્લેખનીય છે,કે પરિવારનો આધાર એવા ઉકાભાઇ આંખે અંધ છે, તેમના બે બાળકો પણ અંધ છે અને તેમના પત્ની પણ કામ કરી શકે એવા નથી. જે દારુણ ગરીબીની ચાડી ખાય છે,ત્યારે આ નિઃસહાય પરિવારને બે ટંકનું ભોજન કેવી રીતે મળતું હશે એ વિચાર ખરેખર કંપાવી મૂકે છે. કુદરતી પ્રકોપનો ભોગ બનેલ આ દુઃખી પરિવારની દોજખભર્યુ જીવતર ભોગવતા પરિવાર પ્રત્યે હાકોટા ગ્રુપના મેમ્બરોએ કરુણા બતાવી નાનકડી સહાય કરી માનવતા દાખવી છે.

ટાઇગર ઓફ બી.કે ગ્રુપના ક્ષત્રિય ઠાકોર સમાજના યુવાનોએ પીડિત પરિવાર પ્રત્યે હમદર્દી બતાવી તેમ જિલ્લા સમહર્તા દ્વારા આ પીડિત પરિવારને મદદરૂપ થવાની ભાવના સાથે સરકારી સહાય અપાવવામાં મદદરૂપ થાય એવી લાગણી છે. દિયોદર તાલુકા વિકાસ અધિકારી પણ માણસાઈ દાખવી આ ગરીબ પરિવારને મકાન સહાય કે અન્ય તમામ સહાય અપાવી મદદરૂપ થાય તેવી માંગ સ્થાનિકોમાં ઉઠી છે. વળી સમાજ ઉત્થાનનું કાર્ય કરનાર સેવાભાવી સંસ્થાઓ,એન.જી.ઓ પણ આ પરિવારની મદદે આવે તેવી લાગણી ઉદભવી રહી છે.ભોગ બનેલ આ દુઃખી પરિવારની દોજખભર્યુ જીવતર ભોગવતા પરિવાર પ્રત્યે હાકોટા ગ્રુપના મેમ્બરોએ કરુણા બતાવી નાનકડી સહાય કરી માનવતા દાખવી છે.

ટાઇગર ઓફ બી.કે ગ્રુપના ક્ષત્રિય ઠાકોર સમાજના યુવાનોએ પીડિત પરિવાર પ્રત્યે હમદર્દી બતાવી તેમ જિલ્લા સમહર્તા દ્વારા આ પીડિત પરિવારને મદદરૂપ થવાની ભાવના સાથે સરકારી સહાય અપાવવામાં મદદરૂપ થાય એવી લાગણી છે. દિયોદર તાલુકા વિકાસ અધિકારી પણ માણસાઈ દાખવી આ ગરીબ પરિવારને મકાન સહાય કે અન્ય તમામ સહાય અપાવી મદદરૂપ થાય તેવી માંગ સ્થાનિકોમાં ઉઠી છે. વળી સમાજ ઉત્થાનનું કાર્ય કરનાર સેવાભાવી સંસ્થાઓ,એન.જી.ઓ પણ આ પરિવારની મદદે આવે તેવી લાગણી ઉદભવી રહી છે.