આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, સુઈગામ (દશરથ ઠાકોર)

સુઇગામ તાલુકાના ઊચોસણ નવાપુરા રોડ પર એક ખેડૂતના ઝૂપડામાં આગ લાગતાં રોકડ રકમ, ઘરવખરીનો સામાન આગમાં બળીને સ્વાહા થઈ જતા ગરીબ પરિવાર નોંધારો બની ગયો છે.

Suigam unchosan fir

મળતી માહિતી અનુસાર ઊચોસણના નવાપુરા રોડ પર ખેતરોમાં ઘાસના બનાવાયેલ ઝૂંપડામાં આકસ્મિક આગ લાગતાં ઘરવખરીનો સામાન બળી ગયો હતો. ઊચોસણના દેવરામજી વસરામજી ઠાકોર પરિવાર સાથે ખેતરમાં ઝૂંપડું બનાવી વસવાટ કરે છે.

Suigam unchosan fir1

જેમાંબપોરના સમયે ઝૂંપડામાં રહેલ સોલાર બેટરીમાં શોર્ટ સર્કિટ થતાં આકસ્મિક રીતે લાગેલી આગમાં ઘાસનું ઝૂંપડું ભડભડ સળગવા લાગતાં રહીશોમાં દોડધામ મચી ગઇ હતી. લોકોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી વધુ નુકશાન થતું અટકાવ્યું હતું.

જોકે ઝૂંપડામાં રહેલ રોકડ રકમ, કપડાં વાસણ, દાગીના સહિત ઘરવખરીનો તમામ સામાન આગમાં બળીને ખાખ થઈ જતા ગરીબ ખેડૂત નોંધારો બની ગયો છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code