આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર)

સુઇગામ તાલુકાના ગામે કોરોના વાયરસ સામે લડવા સેનેટાઇઝરનો છંટકાવ કરવામાં આવ્યો હતો. આ સાથે કટાવ ખાખી મહારાજ મહંતે પણ ગામલોકોને લોકડાઉનનો ચુસ્ત અમલ કરવા અને કામ સિવાય ઘરની બહાર નહિ નિકળવા અપીલ કરી હતી. મામલતદાર, સરપંચ, તલાટી કમ મંત્રી અને આરોગ્ય વિભાગના અધિકારીઓએ ઉપસ્થિત રહી આખા ગામમાં સેનેટાઇઝરનો છંટકાવ કરવામાં આવ્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના સુઇગામ તાલુકાના કટાવ ગામને સેનેટાઇઝ કરવામાં આવ્યુ છે. આવે સુઇગામ મામલતદાર દ્રારા કટાવ ગામમાં બેઠક કરી લોકોને ઘરની બહાર નહિ નિકળવા અપીલ કરવામાં આવી છે. કટાવ ગામના ખાખી મહારાજ મંદિરના મહંત, મામલતદાર પરમાર, તાલુકા વિકાસ અધિકારી, આરોગ્ય ટીમ દ્રારા એક બેઠકનું આયોજન કરીને ગામ લોકોને સમજાવી જરૂરી પ્રમાણે ઘરની બહાર નીકળો અને ખોટી રીતે લટાર મારવા કોઈપણ વ્યક્તિ નીકળ્યા તો તેમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે તેને ખાસ નોંધ લેવા જણાવાયુ છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, મામલતદાર, પોલીસ અને મહંતના કહેવાથી ગ્રામજનો અમલ કરશે તેવી બાંહેધરી આપી હતી. આ સાથે આખા ગામમાં સરપંચ, તલાટી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, આરોગ્ય વિભાગના અધિકારીઓ સહિતના સાથે રહીને આખા ગામમાં સેનેટાઇઝરનો છંટકાવ કરવામાં આવ્યો હતો. સુઇગામ પ્રાંત કલેક્ટર ગઢવીની સતત નિગરાની હેઠળ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, પોલીસ ચુસ્ત પણે લોકોને ધરે રહો સુરક્ષિત રહો તેવી વિવિધ ગામડાઓમાં જઈને લોકોને સમજાવી રહ્યા છે. આ પ્રસંગે ઉપસ્થિત તલાટી કમ મંત્રી શીતલબેન રાઠોડ, સરપંચ મહેશભાઇ પટેલ સહિતના આગેવાનો વડીલો ઉપસ્થિત રહ્યા હતા.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code