આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર સુઇગામ

બનાસકાંઠાના સુઇગામનું એક એવું ગામ કે જયાં આજ સુધી ગ્રામપંચાયતની ચૂંટણી નથી યોજાઇ. કાયમી સમરસ ગામમાં આઝાદીથી આટલા વર્ષોમાં ક્યારેય કોઈ પોલીસ કેસ થયો નથી. અને આ ગામ છે મમાંણા.

નાનકડા મમાંણા ગામમાં ગઢવી, રબારી, ઠાકોર, પ્રજાપતિ, દલિત તેમજ અન્ય સમાજો સાથે તમામ સમાજના લોકો વસે છે. ખાસ કરીને જાગીરદાર ગઢવી પરિવારના લોકોની આગેવાની નીચે ગામમાં તમામ સમાજના લોકો એક સંપ અને ભાઇચારાની ભાવનાથી વસે છે. જેને લઇ આઝાદીના આટલા વર્ષો સુધી ગામમાં એક પણ પોલીસ કેસ થયેલ નથી. ખાસ બાબત તો એ છે કે પંચાયતી રાજની શરૂઆત થી આજદિન સુધી ક્યારેય ગ્રામ પંચાયતના સરપંચ કે સભ્યોની પણ ચૂંટણી યોજાઈ નથી. દિવાળીનો તહેવાર હોય કે હોળી ધુળેટી નો તહેવાર,તમામ તહેવારોની અંદર લોકો સરપંચના ઘરે કે કોઈ જાહેર સ્થળે ભેગા થઇ પરંપરાગત ધાર્મિક તહેવારોની ઉજવણી શાંતિપૂર્ણ અને સહજતાથી કરે છે.

હોળી ધુળેટીના દિવસે ગામના તમામ સમાજના લોકો પોતાની પરંપરાગત વેશભુષામાં એક જગ્યાએ ભેગા થઈ તિલક હોળી રમે છે. જેમાં આજની વૈશ્વિક પડકારરૂપ પાણીની સમસ્યાને લઇ પાણી ના બગાડ અંગે અભિયાન ચલાવાય છે. પરંતુ અહીં તો વર્ષોથી ગામની અંદર પાણીનો બગાડ બિલકુલ કરવામાં ન આવે તે માટે તિલક હોળી રમી ગ્રામજનો અરસ-પરસ તહેવારોની આનંદપૂર્વક ઉજવણી કરે છે. આ અંગે ગામના સરપંચ ઉમેદદાનજી ગઢવીએ જણાવ્યું કે પાટણપતિ સિદ્ધરાજ જયસિંહના વખતમાં અમારા બાપદાદાઓને મમાણા સહિતના પાંચ ગામો જાગીરીમાં આપેલ ત્યારથી આ ગામોમાં વસતા તમામ સમાજના લોકો પરસ્પર ભાઇચારાની ભાવનાથી સુખ-દુઃખમાં,ધાર્મિક તહેવારો કે પ્રસંગોમાં એકબીજાની મદદ કરી એકતા પૂર્વક અને હળીમળીને રહીએ છીએ.

25 Oct 2020, 8:56 AM (GMT)

COVID-19 Global Stats

42,976,977 Total Cases
1,155,262 Death Cases
31,683,839 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code