સુજનીપુર ખાતે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના કેમ્પ યોજાયો

અટલ સમાચાર, પાટણ પાટણ તાલુકાના સુજનીપુર ખાતે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત લાભાર્થીને કાર્ડ રૂબરૂ જ મળી રહે તે હેતુસર કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં કુલ ગામના ૨૦૦ કુટુંબો યોજનાના લાભાર્થી હતા. તેમાંથી ૧૦૬ કુટુંબોએ લાભ લીધેલ હતો. જીલ્લા વિકાસ અધિકારી સાહેબ ડી.કે. પારેખ દ્રારા રૂબરૂ કાર્ડ આપવામાં આવેલ હતાં. તેમના દ્રારા ગ્રામજનોને બાકી
 
સુજનીપુર ખાતે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના કેમ્પ યોજાયો

અટલ સમાચાર, પાટણ

પાટણ તાલુકાના સુજનીપુર ખાતે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત લાભાર્થીને કાર્ડ રૂબરૂ જ મળી રહે તે હેતુસર કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં કુલ ગામના ૨૦૦ કુટુંબો યોજનાના લાભાર્થી હતા. તેમાંથી ૧૦૬ કુટુંબોએ લાભ લીધેલ હતો. જીલ્લા વિકાસ અધિકારી સાહેબ ડી.કે. પારેખ દ્રારા રૂબરૂ કાર્ડ આપવામાં આવેલ હતાં. તેમના દ્રારા ગ્રામજનોને બાકી રહી જતા લાભાર્થીઓએ વહેલામાં વહેલી તકે આ કાર્ડ કઢાવે તે માટે લોકોને જાણ કરી હતી. ડો. એ.એસ. સાલવી મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી દ્રારા ઉપસ્થિત ગ્રામજનોને યોજનાની વિસ્તૃત માહીતી આપવામાં આવેલ હતી. ડૉ. એ.કે. પ્રજાપતી દ્રારા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર સુજનીપુર ખાતે ગ્રામજનોને સેવાઓ તેમજ યોગ વિશે અને આરોગ્‍યની વિવિધ યોજનાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા ક્વોલીટી એશ્યોરન્સ અધિકારી, ટી.એચ.ઓ. પાટણ, સરપંચ, ગ્રામજનો તેમજ આરોગ્યનો કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.