કાળઝાળ ઉનાળોઃ ઉત્તર ગુજરાતમાં ગરમી વધશે, મોટાભાગના શહેરો 40 ડીગ્રીને પાર

અટલ સમાચાર, મહેસાણા ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા સહિતના જિલ્લાઓ સહિત રાજ્યમાં તાપમાનનો પારો ઉકળાટ ફેલાવી રહ્યો છે. ઉત્તર ગુજરાતના તમામ નાના-મોટા શહેરોમાં પારો 40 ડીગ્રીને વટાવી ચુક્યો છે. આગામી દિવસોમાં હજુ પણ ગરમી વધે તેવી વકી છે. હવામાના વિભાગની આગાહી મુજબ એપ્રિલના બાકીના દિવસોમાં ગરમીનો પ્રકોપ વધુ તેજ બની શકે છે. રાજસ્થાન તરફથી
 
કાળઝાળ ઉનાળોઃ ઉત્તર ગુજરાતમાં ગરમી વધશે, મોટાભાગના શહેરો 40 ડીગ્રીને પાર

અટલ સમાચાર, મહેસાણા

ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા સહિતના જિલ્લાઓ સહિત રાજ્યમાં તાપમાનનો પારો ઉકળાટ ફેલાવી રહ્યો છે. ઉત્તર ગુજરાતના તમામ નાના-મોટા શહેરોમાં પારો 40 ડીગ્રીને વટાવી ચુક્યો છે. આગામી દિવસોમાં હજુ પણ ગરમી વધે તેવી વકી છે. હવામાના વિભાગની આગાહી મુજબ એપ્રિલના બાકીના દિવસોમાં ગરમીનો પ્રકોપ વધુ તેજ બની શકે છે. રાજસ્થાન તરફથી ફૂંકાઈ રહેલા ઉત્તર પશ્ચિમના પવનોના કારણે ગરમી વધવાની શક્યતા છે. એપ્રિલ અને મે મહિનામાં ગરમી વધશે અને ઊનાળો આકરા પાણીએ થાય તેવી જણાઈ રહ્યું છે.

મંગળવારે રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં તાપમાનનો પારો ઉંચો રહ્યો હતો. ઉત્તર ગુજરાતના મહેસાણામાં 41, બનાસકાંઠા 43, પાટણ-42, સાબરકાંઠા 43 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યાં હોવાથી તાપમાનમાં વધારો થયો છે. રાજસ્થાન તરફથી ફૂંકાતા પવનોના કારણે ઊનાળો આકરા પાણીએ રહેશે.