ઉનાળોઃ ગરીબ-અમીરની પસંદીદાર માટલીનું બજારમાં આગમન

અટલ સમાચાર, ડીસા, મહેસાણા ફ્રીઝ, કુલર, એ.સી.ની શોધો સામે કારીગરોની માટી કલા ચઢીયાતી સાબિત થઈ રહી છે. ઉનાળો શરુ થતાં જ ગરીબ હોય કે ધનવાન બન્ને માટે પ્રથમ પસંદગી રહેતી કુદરતી માટલીનું બજારમાં આગમન થઈ ગયું છે. કાચી માટીમાંથી બનાવવામાં આવતા મટકાની વિશેષતા એ છે કે, જેની અંદર પાણી ઠંડકની સાથે મીઠાશ પણ આપે છે,
 
ઉનાળોઃ ગરીબ-અમીરની પસંદીદાર માટલીનું બજારમાં આગમન

અટલ સમાચાર, ડીસા, મહેસાણા

ફ્રીઝ, કુલર, એ.સી.ની શોધો સામે કારીગરોની માટી કલા ચઢીયાતી સાબિત થઈ રહી છે.

ઉનાળો શરુ થતાં જ ગરીબ હોય કે ધનવાન બન્ને માટે પ્રથમ પસંદગી રહેતી કુદરતી માટલીનું બજારમાં આગમન થઈ ગયું છે. કાચી માટીમાંથી બનાવવામાં આવતા મટકાની વિશેષતા એ છે કે, જેની અંદર પાણી ઠંડકની સાથે મીઠાશ પણ આપે છે, જેના લીધે ઘર-ઘરની અંદર ઉનાળાના સમયે આવી માટલીઓ જોવા મળતી હોય છે. એક પ્રકારે પાણી ઠંડુ રાખવા માટે કુદરતી સાધન પણ કહી શકાય. જેની બજારમાં વિવિધ પ્રકારની વેરાયટીઓ ઉપસબ્ધ થઈ રહી છે. ઠંડુ પાણી પુરુ પાડતી માટલી બનાવતા કારીગરોની કલા પણ કામણગારી હોય છે. તેઓ સમયની સાથે તેમાં ભિન્ન-ભિન્ન આકાર આપી ઉનાળામાં પાણીની સાથે ગ્રાહકોને લુભાવી જતી હોય છે.

મહેસાણા, પાટણ, બનાસકાંઠા તેમજ સાબરકાંઠા જિલ્લામાં માટલી દેશી ફ્રીજ તરીકે ઓળખાય છે. ઉનાળામાં માંગ વધવાથી આ માટલીઓના ભાવો પણ ઊંચકાતા રહેતા હોય છે. ગુજરાતી કારીગરો ઉપરાંત રાજસ્થાનથી મોટી સંખ્યામાં વેચાણ અર્થે બજારમાં ઉત્પાદીન ઢલવાયું છે. ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠાના હાઈવે સહિત ડીસા શહેરના ગાયત્રી મંદિર જલારામ મંદિર બેકરી કુવા વોળા તેમજ બજારોમાં વિવિધ જગ્યાએ રાજસ્થાની સફેદ માટલાના ઢગલા ખડકાઇ ગયા છે.

ઉલ્લેખનીય છે કે, ઉનાળાએ પાપા પગલીએ શરૂઆત કરી દીધી છે. સૂર્યના કિરણો ઉનાળામાં ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાંથી પસાર થતા ગરમીનું પ્રમાણ 45 ડીગ્રીથી પણ વધી જાય છે. જેથી દર વર્ષે દેહ દઝાડતી ઉત્તર ગુજરાતની ગરમી પારો ઉંચકતો રહે છે. આને લઈ ઉનાળા સામે રક્ષણ મેળવવા લોકો ફ્રીઝ, એ.સી., કૂલર જેવા વિવિધ પ્રકારના ઈલેક્ટ્રીક સાધનોનો ઉપયોગ કરતા રહે છે. પરંતુ આ તમામ વૈજ્ઞાનિક શોધો ઉપર કારીગરોની કલા અને કુદરતી માટીથી બનેલ કુદરતી પદાર્થ માટલી ચઢીયાતી સાબિત થઈ રહી છે.

રંગ, ડીઝાઈન અને માટી મુજબ કિંમત

ઉનાળાનું દેશી ફ્રીઝ ગણાતા મટકાના ભાવો 80 થી 300 સુધીના જણાઈ આવે છે. જેમાં રાજસ્થાની માટલીના ભાવ સૌથી વધુ હોય છે. જોકે, આ ભાવો કારીગરો દ્વારા રાત-દિવસની મહેનત મુજબ અલગ-અલગ ડિઝાઈન, રંગ અને કુદરતી માટીના વિવિધ પ્રકારોને આધીન નક્કી કરેલા હોય છે. હાલમાં બજારમાં સફેદ માટલાની ડીમાન્ડમાં વધારો જોવા મળી રહ્યો છે. તેમજ રાજસ્થાની સફેદ માટલાની પણ માંગમાં વધારો થયો છે. લોકોને આકર્ષવા મટકા ઉપર વિવિધ પ્રકારની કલા અજમાવવામાં આવે છે. અને ક્યાંક કલરફુલ તો ક્યાંક અર્થપૂર્ણ કલા દર્શાવાય છે. જે પણ છે પરંતુ માટલી બનાવતા કારીગરોની કલા ઈલેક્ટ્રોનીક વસ્તુઓથી ચઢીયાતી છે તેમાં બે મત નથી.