પુરવઠાની ટ્રક કાયદાના સત્તાધીશોએ પકડી: ગણતરીના કલાકોમાં સેટીંગ ?

અટલ સમાચાર, મહેસાણા ઉત્તર ગુજરાતના હાઈવે માર્ગથી શુક્રવારે પસાર થઈ રહેલી પૂરવઠાની ટ્રકને પકડી તપાસ કરવામાં આવી હતી. કાયદાના સત્તાધીશોએ ટ્રક પકડી ઘડીભર વાર્તાલાપ કરવા સાઈડ કરાવી હતી. આ પછી ગણતરીના કલાકોમાં સેટિંગ પાડી રવાના કરી દેવામાં આવી હોવાની ચર્ચા થઈ રહી છે. ટ્રક અંગે જરા સરખી પણ નોંધ પાડવામાં આવી નથી. ઉત્તર ગુજરાતમાં લાંચના
 
પુરવઠાની ટ્રક કાયદાના સત્તાધીશોએ પકડી: ગણતરીના કલાકોમાં સેટીંગ ?

અટલ સમાચાર, મહેસાણા

ઉત્તર ગુજરાતના હાઈવે માર્ગથી શુક્રવારે પસાર થઈ રહેલી પૂરવઠાની ટ્રકને પકડી તપાસ કરવામાં આવી હતી. કાયદાના સત્તાધીશોએ ટ્રક પકડી ઘડીભર વાર્તાલાપ કરવા સાઈડ કરાવી હતી. આ પછી ગણતરીના કલાકોમાં સેટિંગ પાડી રવાના કરી દેવામાં આવી હોવાની ચર્ચા થઈ રહી છે. ટ્રક અંગે જરા સરખી પણ નોંધ પાડવામાં આવી નથી.

ઉત્તર ગુજરાતમાં લાંચના સફળ કિસ્સાઓ સામે રોજેરોજ નવા સેટિંગ થઇ રહ્યા છે. ગત શુક્રવારે ઉત્તર ગુજરાતના એક જિલ્લાના હાઈવે માર્ગથી ઘઉંનો જથ્થો ભરેલી ટ્રક અચાનક કાયદાના સકંજામાં આવી ગઈ હતી. સત્તાધીશો દ્વારા વધુ પુછપરછ કરવા ટ્રકને નજીકમાં સાઈડ કરાવવામાં આવી હતી. કેટલોક સમય દરમિયાન સત્તાધીશો અને ટ્રક સંબંધિત વચ્ચે વાર્તાલાપ ગરમાયો હતો. વાર્તાલાપમાં સત્તાધીશોની ગણતરી સામે પુરવઠાના ટ્રક સંબંધીતે પોતાની રજૂઆત મૂકી હતી. ઘડીવારમાં બંને જૂથ એક વાત ઉપર સંમત થઇ ગયા હતા. આ પછી પુરવઠાની ટ્રક સાઇડમાંથી બહાર લાવી નિયત રૂટ ઉપર જવા દેવાઈ હતી. સ્થળ નજીકના નાગરિકોમાં ઘટનાને લઇ સેટિંગની ચર્ચાએ જોર પકડ્યું છે. આ અંગે વિગતો તપાસતા સામે આવ્યું કે પુરવઠાની ટ્રક અંગે કોઇ નોંધ પડી ન હતી. જોકે ટ્રક પકડાયા દરમિયાન જે કંઈ બન્યું તે ને લઇ ભ્રષ્ટાચાર વિરુદ્ધ કડક કાર્યવાહીની દલીલો ગરમાઈ છે.