ઇન્ડિયાના બદલે ભારત કરવાની અરજી પર 2 જૂને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે

અટલ સમાચાર, ડેસ્ક સંવિધાનમાં સંશોધન કરીને ‘ઈન્ડિયા’ શબ્દની જગ્યાએ ‘ભારત’ અથવા ‘હિન્દુસ્તાન’ કરવાનો નિર્દેશ કેન્દ્રને આપવા માટે દાખલ કરેલી અરજી પર સુપ્રીમ કોર્ટ 2 જૂને સુનાવણી કરશે. અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારત અથવા હિન્દુસ્તાન શબ્દ આપણી રાષ્ટ્રીયતા માટે ગૌરવનો ભાવ ઉત્પન કરે છે. સુપ્રીમ કોર્ટની વેબસાઈટ પર અપલોડ કરેલી નોટિસ મુજબ, આ કેસની
 
ઇન્ડિયાના બદલે ભારત કરવાની અરજી પર 2 જૂને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે

અટલ સમાચાર, ડેસ્ક

સંવિધાનમાં સંશોધન કરીને ‘ઈન્ડિયા’ શબ્દની જગ્યાએ ‘ભારત’ અથવા ‘હિન્દુસ્તાન’ કરવાનો નિર્દેશ કેન્દ્રને આપવા માટે દાખલ કરેલી અરજી પર સુપ્રીમ કોર્ટ 2 જૂને સુનાવણી કરશે. અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારત અથવા હિન્દુસ્તાન શબ્દ આપણી રાષ્ટ્રીયતા માટે ગૌરવનો ભાવ ઉત્પન કરે છે. સુપ્રીમ કોર્ટની વેબસાઈટ પર અપલોડ કરેલી નોટિસ મુજબ, આ કેસની સુનાવણી હવે 2 જૂને ચીફ જસ્ટિસ એસએ બોબડેની અધ્યક્ષતાવાળી બેન્ચ કરશે. અરજીમાં સરકારને સંવિધાનના અનુચ્છેદ 1 માં સંશોધન માટે યોગ્ય પગલું ભરતા ‘ઇન્ડિયા’ શબ્દને દુર કરીને દેશને ‘ભારત’ અથવા ‘હિન્દુસ્તાન’ કહેવામાં આવે તેવો નિર્દેશ કરવાની વિનંતી કરી છે. આ અનુચ્છેદ આ ગણરાજ્યના નામ સાથે સંબધિત છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ અરજી દિલ્હીના એક નિવાસીએ દાખલ કરી છે અને દાવો કરવામાં આવ્યો છે કે આ સંશોધન આ દેશના નાગરિકોની, ઉપનિવેશ ભુતકાળથી મુક્તિ નિશ્ચિત કરશે. અરજીમાં 1948માં સંવિધાન સભામાં સંવિધાનના તત્કાલીન ડ્રાફ્ટના અનુચ્છેદ 1 પર કરવામાં આવેલી ચર્ચાનો હવાલો આપવામાં આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે તે સમયે દેશનું નામ ભારત અથવા હિન્દુસ્તાન રાખવાની જોરશોરથી રજુઆત કરવામાં આવી હતી.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, અરજી મુજબ ભલે આ અંગ્રેજી નામ બદલવું સાંકેતિક લાગતું હોય પણ આને ભારત શબ્દથી બદલવું આપણા પુર્વજોના સ્વતંત્રતા સંગ્રામને ન્યાયિક ઠેરવશે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ યોગ્ય સમય છે કે દેશને તેના મૂળ અને પ્રમાણિક નામ ભારતથી ઓળખવામાં આવે.