આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

નાગરિકની અરજીને પગલે 25મી ફેબ્રુઆરીએ વધુ સુનાવણી હાથ ધરશે સુપ્રીમ કોર્ટ

કેન્દ્ર સરકારે તાજેતરમાં સામાન્ય વર્ગ માટે આર્થિક અનામત જાહેર કર્યા બાદ નાગરિક વર્ગમાંથી અરજી કરવામાં આવેલી છે. સુપ્રીમ કોર્ટમાં સમગ્ર મામલે રજૂઆત કરતા કેન્દ્ર સરકારને પડકાર મળ્યો છે. સુપ્રીમ કોર્ટે આર્થિક અનામત બંધારણીય હોવાનું સાબિત કરવા સવાલો કર્યા છે. આથી જવાબ શોધવા કેન્દ્ર સરકારને મથામણ કરવાની ફરજ પડી છે.

બિનઅનામત વર્ગ માટે કેન્દ્ર સરકારે 10 ટકા આર્થિક અનામત જાહેર કર્યા બાદ મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે. આર્થિક અનામત બંધારણથી વિરુદ્ધ હોવાની અરજીને પગલે કેન્દ્ર અને સુપ્રીમ કોર્ટ વચ્ચે પ્રશ્નોત્તરી શરૂ થઈ છે. વિપિન ભારતીય નામના યુવાને સુપ્રીમ કોર્ટમાં આર્થિક અનામત ગેરબંધારણીય હોવાની દલીલ મૂકી છે. આથી સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી આર્થિક અનામત બંધારણ મુજબ હોય તો રિપોર્ટ કરવા જણાવ્યું છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે અરજરારે તમામ વર્ગ માટે અનામતની તરફેણ કરી હોવાનું જણાવી કેન્દ્ર સરકારના આર્થિક અનામતની જોગવાઈઓ અને સામાન્ય વર્ગ શબ્દ મુદ્દે પડકાર આપ્યો છે.

30 Sep 2020, 2:43 AM (GMT)

COVID-19 Global Stats

33,920,630 Total Cases
1,013,944 Death Cases
25,208,513 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code