સુપ્રિમઃ કેટલાક વ્યક્તિ દેશ અને કોર્ટને મનીપાવરથી ચલાવા માંગે છે, જસ્ટિસ અરૂણ મિશ્રા

અટલ સમાચાર, ડેસ્ક સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ વિરૂધ્ધ યૌન ઉત્પીડનના આરોપોને લઈ વકીલ દ્વારા ‘કૌભાંડ’ હોવાનો દાવા સામે સુનાવણી કરતા 3 જજોની બેંચ નક્કી થઈ છે. વકીલ ઉત્સવ બૌંસે સુપ્રીમમાં સોગંદનામુ દાખલ કરીને તેનો દાવો વ્યક્ત કર્યો છે કે, ચીફ જસ્ટિસને દબાવવા સમગ્ર કાંડ રચાયાનો આરોપ મુક્યો છે. મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઇ પર લૈંગિક
 
સુપ્રિમઃ કેટલાક વ્યક્તિ દેશ અને કોર્ટને મનીપાવરથી ચલાવા માંગે છે, જસ્ટિસ અરૂણ મિશ્રા

અટલ સમાચાર, ડેસ્ક

સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ વિરૂધ્ધ યૌન ઉત્પીડનના આરોપોને લઈ વકીલ દ્વારા ‘કૌભાંડ’ હોવાનો દાવા સામે સુનાવણી કરતા 3 જજોની બેંચ નક્કી થઈ છે. વકીલ ઉત્સવ બૌંસે સુપ્રીમમાં સોગંદનામુ દાખલ કરીને તેનો દાવો વ્યક્ત કર્યો છે કે, ચીફ જસ્ટિસને દબાવવા સમગ્ર કાંડ રચાયાનો આરોપ મુક્યો છે.

મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઇ પર લૈંગિક હુમલો કરવાના આરોપસર અદાલતમાં એક કાલ્પનિક કેસ બનાવવાના ઓર્ડર પર સ્પેશિયલ બેન્ચે આદેશ આપ્યો હતો. તેને જોયા બાદ કોર્ટે સખ્ત વલણ અપનાવીને કહ્યું કે, આ સંસ્થા પુરી થઈ શકે છે. તો હવે દેશના શ્રીમંતોને અને શક્તિશાળી લોકોને જણાવવાનો સમય આવી ગયો છે. હવે આ બંધ થવું જોઈએ.

આ ઘટનાની સુનાવણી કરી રહેલ ન્યાયમૂર્તિ અરૂણ મિશ્રા, ન્યાયમૂર્તિ આર.એફ.નરીમન અને ન્યાયમૂર્તિ દીપક ગુપ્તાની બેંચે જણાવ્યું કે, અમે હંમેશા સાંભળ્યું છે કે ફિક્સિંગ થઈ રહ્યું છે. તે કોઈપણ સંજોગોમાં બંધ થવુ જોઈએ. અમે જજના રૂપમાં ખૂબ જ ચિંતીત છીએ. જસ્ટિસ અરૂણ મિશ્રાએ તો એટલે સુધી કીધુ કે શું અમીર અને ધનિક લોકો દેશ અને કોર્ટને પૈસાના પાવરથી ચલાવા માંગે છે.

વકીલ બૈંસે તેમના સોગંદનામામાં દાવો કર્યો હતો કે ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ વિરૂધ્ધ યૌન ઉત્પીડનનો આરોપ એક મોટા કૌભાંડનો ભાગ છે. વકીલે દાવો કર્યો છે કે, તેની પાસે આ વાતના પુરાવા પણ છે. ઉલ્લેખનીય છે કે વકીલ બૈંસના આરોપોની તપાસ અંગે તપાસ થશે.

જસ્ટિસ અરૂણ મિશ્રાએ કહ્યું, ‘લોકો નથી જાણતા કે તેઓ આગથી રમી રહ્યા છે.’ હવે સમય આવી ગયો છે કે અમે ચૂપ રહેશું નહિ. જસ્ટિસ અરૂણ મિશ્રાએ કહ્યું અમીર અને ધનિક લોકો દેશ અને કોર્ટને મની પાવરથી ચલાવા માંગે છે. અનેક ગતિવિધિઓ ખોટી થઇ રહી છે. જ્યારે પણ અમીર અને ધનિક લોકો સાથે જોડાયેલા કેસ આવે છે અને સુનાવણી થવાની હોય છે ત્યારે લેટર લખવામાં આવે છે. પાવરફુલ લોકો સમજે છે તેઓ કોર્ટ ચલાવી શકે છે.

જસ્ટિસ અરૂણ મિશ્રાએ સોલિસિટર જનરલ તુષાર મહેતાને સંબોધિત કરીને ગુસ્સામાં કહ્યું કે, છેલ્લા ૩-૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં જે ચાલી રહ્યું છે અને જેવી રીતે આરોપ લગાવામાં આવી રહ્યા છે તે જોતા સુપ્રિમ કોર્ટ ખતમ થઇ જશે. અમે હંમેશા સાંભળીએ છીએ કે બેંચ ફિક્સિંગ થઇ રહી છે. તે કોઇપણ સંજોગોમાં બંધ થવું જોઇએ.