સુપ્રીમ કોર્ટનો 10% અનામત પર સ્ટે મૂકવાનો ઇન્કાર : કેન્દ્ર સરકાર પાસે માંગ્યો જવાબ
અટલ સમાચાર,ડેસ્ક કેન્દ્ર સરકારે દેશમાં આર્થિક રીતે પછાત હોય તેવા બિન અનામત વર્ગોને 10 ટકા અનામત આપવાની જાહેરાત કરી હતી. આ મામલાને યુથ ફોર ઇક્વાલિટી નામની એનજીઓએ સુપ્રીમ કોર્ટમાં પિટીશન દાખલ કરી હતી. જે અરજી અંગે સુપ્રીમ કોર્ટે રપ જાન્યુઆરીના રોજ સુનાવણી કરતા સરકારને નોટિસ પાઠવીને અનામત અંગે જવાબ માંગ્યો છે. જોકે, તેની સાથે સુપ્રીમ
Jan 25, 2019, 11:56 IST

અટલ સમાચાર,ડેસ્ક
કેન્દ્ર સરકારે દેશમાં આર્થિક રીતે પછાત હોય તેવા બિન અનામત વર્ગોને 10 ટકા અનામત આપવાની જાહેરાત કરી હતી. આ મામલાને યુથ ફોર ઇક્વાલિટી નામની એનજીઓએ સુપ્રીમ કોર્ટમાં પિટીશન દાખલ કરી હતી. જે અરજી અંગે સુપ્રીમ કોર્ટે રપ જાન્યુઆરીના રોજ સુનાવણી કરતા સરકારને નોટિસ પાઠવીને અનામત અંગે જવાબ માંગ્યો છે. જોકે, તેની સાથે સુપ્રીમ કોર્ટે અનામત પર સ્ટે આપવાનો ઇન્કાર કર્યો છે.
આ પિટીશન એનજીઓ યુથ ફોર ઇક્વાલિટી અને કૌશલ કાંત મિશ્રા દ્વારા ફાઇલ કરવામાં આવી છે. આ પિટીશનમાં એવી રજૂઆત કરવામાં આવી છે કે, અનાતમ આપવા માટે માત્ર આર્થિક આધાર ન હોવો જોઇએ. આ મામલાની આગામી સુનાવણી ચાર અઠવાડિયા બાદ થશે. આ અરજીમાં એવી પણ રજૂઆત કરવામાં આવી છે કે, આ કાયદો બંધારણનાં મૂળ તત્વોનો ભંગ કરે છે. આ ઉપરાંત. 50 ટકા અનામત લિમીટનો પણ ઉલ્લઘંન કરે છે.