સવર્ણ અનામત : બીલ પાસ થયાના બીજા જ દિવસે સુપ્રીમ કોર્ટમાં પીટીશન દાખલ

અટલ સમાચાર,ડેસ્ક લોકસભા અને રાજયસભામાં સવર્ણ અનામત બીલ પાસ થયાના બીજા જ દિવસે સુપ્રીમ કોર્ટ પીટીશન કરાઇ છે. યુથ ફોર ઈક્વાલિટી નામની એનજીઓ દ્વારા કરવામાં આવેલી પિટિશનમાં સંશોધિત બિલને ગેરબંધારણીય ગણાવ્યું છે. પિટિશનમાં કહેવામાં આવ્યું છે કે આર્થિક રીતે અનામત આપવું ગેરબંધારણીય છે, તેથી સંશોધિત બિલને રદ કરવામાં આવે. યૂથ ફોર ઈક્વાલિટી નામની એનજીઓએ પિટિશનમાં
 
સવર્ણ અનામત : બીલ પાસ થયાના બીજા જ દિવસે સુપ્રીમ કોર્ટમાં પીટીશન દાખલ

અટલ સમાચાર,ડેસ્ક

લોકસભા અને રાજયસભામાં સવર્ણ અનામત બીલ પાસ થયાના બીજા જ દિવસે સુપ્રીમ કોર્ટ પીટીશન કરાઇ છે. યુથ ફોર ઈક્વાલિટી નામની એનજીઓ દ્વારા કરવામાં આવેલી પિટિશનમાં સંશોધિત બિલને ગેરબંધારણીય ગણાવ્યું છે. પિટિશનમાં કહેવામાં આવ્યું છે કે આર્થિક રીતે અનામત આપવું ગેરબંધારણીય છે, તેથી સંશોધિત બિલને રદ કરવામાં આવે.
યૂથ ફોર ઈક્વાલિટી નામની એનજીઓએ પિટિશનમાં કહ્યું છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા અનામતની સીમા 50 ટકા નક્કી કરવામાં આવી છે. તેઓએ કહ્યું કે આર્થિક રીતે અનામત આપવું ખોટું છે અને તે માત્ર સામાન્ય શ્રેણીના લોકોને ન આપી શકાય.આ સાથે કહેવામાં આવ્યું હતુ કે બિન-સહાયિત સંસ્થાઓને અનામતની શ્રેણીમાં રાખવી ખોટું છે. પિટિશનમાં અપીલ કરવામાં આવી છે કે આ બિલને ગેરબંધારણીય જાહેર કરવામાં આવે. તેમાં કહેવામાં આવ્યું છે કે આ નિર્ણય વોટ બેંકને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.