સુરત: વતન જવા નહિ મળતા 80 કામદારોએ મુંડન કરાવી વિરોધ કર્યો

અટલ સમાચાર, ડેસ્ક કોરોના વાયરસનું સક્ર્મણ અટકાવા લૉક્ડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે સુરતમાં રહેતા પરપ્રાંતીય કારીગરોને પોતાના વતન જવાની છૂટ આપવામમાં આવી છે. જયારે યુપી, બિહાર અને ઝારખંડના કામદારો માટે હજી સુધી સરકાર દ્વારા કોઇ યોગ્ય નિરાકરણ કરવામાં વિલંબ થઇ રહ્યો હોવાથી પાંડેસરા પોલીસ કોલોની વિસ્તારમાં રહેતા અંદાજે 70થી 80 કામદારોએ મુંડન કરાવી અનોખી
 
સુરત: વતન જવા નહિ મળતા 80 કામદારોએ મુંડન કરાવી વિરોધ કર્યો

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના વાયરસનું સક્ર્મણ અટકાવા લૉક્ડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે સુરતમાં રહેતા પરપ્રાંતીય કારીગરોને પોતાના વતન જવાની છૂટ આપવામમાં આવી છે. જયારે યુપી, બિહાર અને ઝારખંડના કામદારો માટે હજી સુધી સરકાર દ્વારા કોઇ યોગ્ય નિરાકરણ કરવામાં વિલંબ થઇ રહ્યો હોવાથી પાંડેસરા પોલીસ કોલોની વિસ્તારમાં રહેતા અંદાજે 70થી 80 કામદારોએ મુંડન કરાવી અનોખી રીતે વિરોધ કર્યો હતો. આ સાથે કામદારોએ સ્થાનિક રાજકીય નેતાઓ પર ગંભીર આક્ષેપ કર્યા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કોરોના વાયરસને લઇને જે લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે કારીગર વર્ગની હાલત દિવસેને દિવસે બગડી રહી છે. ત્યારે લાંબા સમયથી પોતાના વતન જવા માંગતા કારીગરોને સરકાર દ્વારા વતન મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. લૉક્ડાઉનને પગલે ઉદ્યોગ-ધંધા બંધ થઇ જતા રોજગારી માટે સુરત આવનાર પરપ્રાંતિય કામદારોની કફોડી હાલત થઇ છે. હાલમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઓડિસાના કામદારોને વતન મોકલવાનું છેલ્લા બે દિવસથી શરૂ થયું છે. પરંતુ હજી પણ યુપી, બિહાર અને ઝારખંડના કામદારોને વતન મોકલવામાં માટે રાજ્ય સરકાર દ્વારા કોઇ યોગ્ય નિર્ણય લેવામાં આવ્યો નથી. તેવા સંજોગોમાં પાંડેસરા જીઆઇડીસીમાં કામ કરતા અને પાંડેસરા પત્રકાર કોલોની વિસ્તારમાં રહેતા યુપી, બિહાર અને ઝારખંડના કામદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

સુરતના સ્થાનિક આગેવાન અને ઉદ્યોગ-ધંધા બંધ રહેતા બેરોજગાર થયેલા અંદાજે 3000થી વધુ કામદારો માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવતી હતી. આ સાથે યુપી, બિહાર અને ઝારખંડના કામદારોને વતન જવા માટે સ્થાનિક રાજકીય આગેવાનોને છેલ્લા ઘણા દિવસોથી રજુઆત કરવામાં આવી રહી છે. મંજૂરી અપાવવાના બહાને ત્રણથી ચાર કલાક સુધી પરસેવો પડાવ્યા બાદ પરમીશન મળી ગઇ છે એમ કહી બે દિવસ અગાઉ બે બસમાં કામદારો વતન જવા રવાના થયા હતા. પરંતુ તેઓને કોસંબા ખાતેથી જ મંજૂરી નહિ હોવાનું કહી બંન્ને બસ પરત મોકલી આપવામાં આવી હતી. જેથી યુપી, બિહાર અને ઝારખંડના કામદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને વતન જવા માટે તત્પર કામદારો પૈકી 70થી 80 લોકોએ મુંડન કરાવી અનોખો વિરોધ કર્યો છે.