સુરતઃ 2 વર્ષનું બાળક રમતાં રમતાં આઠમા માથેળી પટકાયું, ઘટનાસ્થળે જ મોત

અટલ સમાચાર, ડેસ્ક સુરત શહેરના કતારગામ વિસ્તારનો છે. જેમાં લક્ષ્મી રેસિડેન્સી નામના એપાર્ટમેન્ટમાંથી એક બે વર્ષનું બાળક રમતાં રમતાં નીચે પટકાયું હતું. આઠમા માળેથી નીચે પટકાતા બાળકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. હકીકતમાં આ બાળક પોતાના ફ્લેટના આગળના ભાગમાં જે પેસેજ આવેલો હતો ત્યાં રમી રહ્યું હતું. આ દરમિયાન તે પેસેજમાં લગાવવામાં આવેલી ગ્રીલમાંથી નીચે
 
સુરતઃ 2 વર્ષનું બાળક રમતાં રમતાં આઠમા માથેળી પટકાયું, ઘટનાસ્થળે જ મોત

અટલ સમાચાર, ડેસ્ક

સુરત શહેરના કતારગામ વિસ્તારનો છે. જેમાં લક્ષ્મી રેસિડેન્સી નામના એપાર્ટમેન્ટમાંથી એક બે વર્ષનું બાળક રમતાં રમતાં નીચે પટકાયું હતું. આઠમા માળેથી નીચે પટકાતા બાળકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. હકીકતમાં આ બાળક પોતાના ફ્લેટના આગળના ભાગમાં જે પેસેજ આવેલો હતો ત્યાં રમી રહ્યું હતું. આ દરમિયાન તે પેસેજમાં લગાવવામાં આવેલી ગ્રીલમાંથી નીચે પડી ગયું હતું. બે વર્ષના બાળકનું આવી રીતે મૃત્યુ નિપજતા અરેરાટી વ્યાપી હતી. બીજી તરફ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

લક્ષ્મી રેસિડેન્સી એપાર્ટમેન્ટ ખાતે બનેલી આ ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે બાળક તેના ઘરની બહારના પેસેજમાં રમી રહ્યું છે. આ દરમિયાન તે ત્યાં લાગેલી ગ્રીલ પર ચઢ-ઉતર કરે છે. એક ક્ષણે તે ગ્રીલમાંથી માથું બહાર કાઢે છે. આ દરમિયાન તેના શરીરનું બેલેન્સ બગડે છે અને તેના પગ ઊંચા થઈ જાય છે. બીજી જ ક્ષણે બાળક ગ્રીલમાંથી ગરક થઈને નીચે પડી જાય છે.

સુત્રોએ જણાવ્યું હતુ કે, સુરતનો આ કિસ્સો એવા તમામ માતાપિતા માટે ચેતવણી સમાન છે, જેમને નાના બાળકો છે. મોટાભાગે તમામ બહુમાળી એપાર્ટમેન્ટમાં આ પ્રકારની પેસેજ આપવામાં આવતી હોય છે. મોટાભાગે ત્યાં પગથિયાંની સામેની બાજુએ ખુલ્લી જગ્યા હોય છે અને તેમાં સેફ્ટી માટે ગ્રીલ નાખવામાં આવતી હોય છે. આ કિસ્સામાં સેફ્ટી ગ્રિલની ઊંચાઈ ઓછી હતી તેમજ તેમાંથી બાળક ગરક થઈ જાય એટલી જગ્યા હતા. મોટાભાગે બાળકો સાંજના સમયે ફ્લેટની બહાર આ પેસેજમાં રમતા હોય છે.