સુરતઃ વાલીઓ સાવધાન બાળકોએ ફટાકડા ફોડ્યા અને થયો મોટો ઘડાકો
સુરતઃ વાલીઓ સાવધાન બાળકોએ ફટાકડા ફોડ્યા અને થયો મોટો ઘડાકો

અટલ સમાચાર, ડેસ્ક

દિવાળીમાં બાળકોને માતાપિતા એમને મોટા મોટા ફટાકડા લઇ આપતાં હોય છે. જે તોમના જીવના જોખમે બાળકો ફોડતા પણ હોય છે. આ સાથે બાળકોને એવી વસ્તું ઓ ના આપો કે જેનો ધડાકો થાય બાળકોને નાના ફુલજેરીયા એવું આપો જેથી બાળકોને તેનનો ડર ના લાગે.

સુરતમાં ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. સુરતના યોગી ચોક વિસ્તારમાં કેટલાક બાળકો ગટર પર ફટાકડા ફોડતા હતા. તે દરમિયાન અચાનક જ મોટો ભડાકો થયો. સદનસીબે આ દૂર્ઘટનામા કોઇ જાનહાની નથી. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

અટલ સમાચારને મોબાઇલમાં મેળવવા અહીયા ક્લીક કરો

આ વાયરલ થઇ રહેલો વીડિયો સુરતના તુલસી દર્શન સોસાયટીનો છે. વીડિયોમાં દેખાય છે તે પ્રમાણે, બાળકો ગટરના ઢાંકણ પર ફટાકડા મુકીને ફોડતા હતા. આ દરમિયાન એક બાળકે કાંઇક સળગતુ ગટરમાં નાંખ્યું અને અચાનક જ મસમોટી આગ ફાટી નીકળી હતી. સદનસીબે આ દૂર્ઘટનામાં કોઇ જાન હાની થઇ નથી. આ ઘટના બાદ આસપાસના રહીશો પણ તરત જ આવી ગયા હતા. જ્યારે બાળકો ડરી ગયા હતા.