સુરેન્દ્રનગર : ચાલુ સભામાં હાર્દિક પટેલને લાફો ઝીંકાયો, કોણ છે લાફો મારનાર?

અટલ સમાચાર, સુરેન્દ્રનગર હાર્દિક પટેલ સુરેન્દ્રનગરના વઢવાણના બલદાણા ગામ ખાતે કોંગ્રેસના ઉમેદવાર સોમા ગાંડા પટેલ માટે ચૂંટણી પ્રચાર કરી રહ્યો હતો. આ દરમિયાન તે સ્ટેજ પરથી ભાષણ આપી રહ્યો હતો. એક વ્યક્તિ સ્ટેજ ઉપર આવ્યો હતો અને હાર્દિકને લાફો મારી દીધો હતો. લાફાવાળી કર્યા બાદ વ્યક્તિએ તેની સાથે જીભાજોડી પણ કરી હતી. અને સભામાં ભારે
 
સુરેન્દ્રનગર : ચાલુ સભામાં હાર્દિક પટેલને લાફો ઝીંકાયો, કોણ છે લાફો મારનાર?

અટલ સમાચાર, સુરેન્દ્રનગર

હાર્દિક પટેલ સુરેન્દ્રનગરના વઢવાણના બલદાણા ગામ ખાતે કોંગ્રેસના ઉમેદવાર સોમા ગાંડા પટેલ માટે ચૂંટણી પ્રચાર કરી રહ્યો હતો. આ દરમિયાન તે સ્ટેજ પરથી ભાષણ આપી રહ્યો હતો. એક વ્યક્તિ સ્ટેજ ઉપર આવ્યો હતો અને હાર્દિકને લાફો મારી દીધો હતો. લાફાવાળી કર્યા બાદ વ્યક્તિએ તેની સાથે જીભાજોડી પણ કરી હતી. અને સભામાં ભારે હોબાળો મચી જવા પામ્યો હતો.

Video:

જે બાદ સભામાં બેઠેલા કેટલાક લોકોએ લાફો મારનાર યુવકને બરેહમીથી માર માર્યો હતો. લોકો એટલી હદે માર માર્યો હતો કે યુવાનના કપડાં ફાટી ગયા હતા. પોલીસની હાજરી વચ્ચે તેને માંડમાંડ બચાવી હોસ્પિટલ ખસેડ્યો હતો.

સુરેન્દ્રનગર : ચાલુ સભામાં હાર્દિક પટેલને લાફો ઝીંકાયો, કોણ છે લાફો મારનાર?હુમલા બાદ હાર્દિક પટેલે પ્રતિક્રિયા આપતા કહ્યુ હતુ કે, ચાલુ સભામાં મારા પર હુમલો થયો છે એટલે આ હુમલો ભાજપે કરાવ્યો છે. જો ભાજપ સિવાય અન્ય કોઈ વ્યક્તિ હોત તો તેણે મારી સાથે વાતચીત કરી હોય. મારી સામે કાળા વાવટા ફરકાવ્યા હોત, પરંતુ લાફો માર્યાનો મતલબ એવો છે કે ભાજપે આ હુમલો કરાવ્યો છે. સુરેન્દ્ર નગર બેઠક પર કોંગ્રેસમાંથી લીંબડીના વર્તમાન ધારાસભ્ય સોમા ગાંડા પટેલ ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે ભાજપે આ બેઠક પરથી મહેન્દ્ર મુંજપરાને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.

લાફો ઝીંકનાર છે કોણ ?

સુરેન્દ્રનગર : ચાલુ સભામાં હાર્દિક પટેલને લાફો ઝીંકાયો, કોણ છે લાફો મારનાર?

હાર્દિક પટેલને લાફો મારનાર યુવક તરૂણ ગજ્જર હોવાનું જાણવા મળ્યું છે. તરૂણ ગજ્જર કડીના જેસલપુર ગામનો રહેવાસી છે. આ યુવકે લાફો મારતા કહ્યું કે, ‘તું 14 લોકોને ભરખી ગયો. 14 પાટીદારો મરી ગયા.