સુરેન્દ્રનગર: ભાજપના ઉમેદવારનું એફિડેવિટ ઓનલાઇન કેમ નહિ, જાણો

અટલ સમાચાર, સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર લોકસભા માટે ભાજપે પોતાના ઉમેદવાર જાહેર કરતાં આજે ફોર્મ ભરવાની ગતિવિધિ કરાઇ હતી. ઉમેદવાર મહેન્દ્ર મુંજપરાએ ફોર્મ ભરી દીધા બાદ કેટલાક એફિડેવિટ કરવા મથામણ કરી હતી. નિયમોનુસાર ઉમેદવારના એફીડેવીટની તમામ વિગતો ઓનલાઈન કરવી ફરજિયાત હોવા છતા તંત્ર નિષ્ફળ રહ્યાંના સવાલો થયા છે. સુરેન્દ્રનગર લોકસભામાં ભાજપના ઉમેદવાર મહેન્દ્ર મુંજપરાના પાંચ ફોર્મ હોવાનું
 
સુરેન્દ્રનગર: ભાજપના ઉમેદવારનું એફિડેવિટ ઓનલાઇન કેમ નહિ, જાણો

અટલ સમાચાર, સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર લોકસભા માટે ભાજપે પોતાના ઉમેદવાર જાહેર કરતાં આજે ફોર્મ ભરવાની ગતિવિધિ કરાઇ હતી. ઉમેદવાર મહેન્દ્ર મુંજપરાએ ફોર્મ ભરી દીધા બાદ કેટલાક એફિડેવિટ કરવા મથામણ કરી હતી. નિયમોનુસાર ઉમેદવારના એફીડેવીટની તમામ વિગતો ઓનલાઈન કરવી ફરજિયાત હોવા છતા તંત્ર નિષ્ફળ રહ્યાંના સવાલો થયા છે.

સુરેન્દ્રનગર લોકસભામાં ભાજપના ઉમેદવાર મહેન્દ્ર મુંજપરાના પાંચ ફોર્મ હોવાનું CEO GUJARAT વેબસાઈટમાં છે. જોકે એક પણ ફોર્મનું એફિડેવિટ ઓનલાઈન જોઈ શકાતું નથી. આ અંગે સુરેનગર કલેકટરને પૂછતાં જણાવ્યું હતું કે ઉમેદવારની વિગતો અધૂરી હોવાથી હજુ રજુ કરવા સમય છે. આ સાથે જે રજૂ કરાઈ હતી તે ચૂંટણીપંચને આપી દીધી છે.

જ્યારે ચૂંટણીપંચના ઓનલાઈન એફિડેવિટના નિયમો અંગે મને કોઈ ખ્યાલ નથી તેવું જણાવતાં વહીવટીતંત્ર અને ચૂંટણીપંચ વચ્ચે નાગરિકોને માથું ખંજવાળવું પડે તેવી નોબત આવી છે.

ઉલ્લેખનીય છે કે વિધાનસભા ચૂંટણીમાં એફિડેવિટ જેતે દિવસે જ ઓનલાઇન થઇ જતાં હતા. લોકસભા માટે સુરેન્દ્રનગરમાં ભાજપના ઉમેદવારનું એફિડેવિટ 24 કલાકે પણ ઓનલાઇન થઇ શક્યું નથી.