સુરેન્દ્રનગર: બલદાણામાં એક જ પરિવારે કૂવામાં ઝંપલાવી આપઘાત કરી લેતા ચકચાર
અટલ સમાચાર,ડેસ્ક સુરેન્દ્રનગરના બલદાણામાં એક પરિવારે કૂવામાં ઝંપલાવી આપઘાત કરતા ચકચાર મચી ગયો છે. સુરેન્દ્રનગરનાં બલદાણામાં ખેતરમાં મજૂરી કરતા મૂળ ગોધરાનો આદિવાસી પરિવારે અગમ્ય કારણોસર સામુહિક આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. વઢવાણ પોલીસને ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી કૂવામાંથી પતિ પત્ની સહિત બે વર્ષનાં બાળક સાથે બાંધેલી હાલતમાં બહાર કાઢયો
Mar 1, 2019, 13:23 IST

અટલ સમાચાર,ડેસ્ક
સુરેન્દ્રનગરના બલદાણામાં એક પરિવારે કૂવામાં ઝંપલાવી આપઘાત કરતા ચકચાર મચી ગયો છે. સુરેન્દ્રનગરનાં બલદાણામાં ખેતરમાં મજૂરી કરતા મૂળ ગોધરાનો આદિવાસી પરિવારે અગમ્ય કારણોસર સામુહિક આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
વઢવાણ પોલીસને ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી કૂવામાંથી પતિ પત્ની સહિત બે વર્ષનાં બાળક સાથે બાંધેલી હાલતમાં બહાર કાઢયો હતો.
હાલ પોલીસે આ મૃતદેહોને પીએમ માટે રાજકોટની હોસ્પિટલમાં મોકલી દીધા છે. પોલીસ આ પરિવાર અંગે ગામ લોકોને પુછપરછ કરી રહી છે.