સુરેન્દ્રનગર: પ્રધાનમંત્રી રાહતફંડમાં 100 વર્ષના દાદીએ આ રીતે કરી મદદ

અટલ સમાચાર, ડેસ્ક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રધાનમંત્રી રાહત ફંડમાં દેશની જનતાને દાન કરવા કરેલી અપીલ બાદ રાહત ફંડમાં લોકો રૂપિયાનું દાન કરી રહ્યાં છે. ત્યારે સુરેન્દ્રનગરના મૂળીના દેવપરા ગામના 100 વર્ષીય વૃદ્ધાએ એક ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું છે. પ્રધાનમંત્રી રાહત ફંડમાં દેશની જનતા તરફથી દાન પેઠે રૂપિયા જમા કરાવામાં આવી રહ્યાં છે. પીએમ મોદીની
 
સુરેન્દ્રનગર: પ્રધાનમંત્રી રાહતફંડમાં 100 વર્ષના દાદીએ આ રીતે કરી મદદ

અટલ સમાચાર, ડેસ્ક

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રધાનમંત્રી રાહત ફંડમાં દેશની જનતાને દાન કરવા કરેલી અપીલ બાદ રાહત ફંડમાં લોકો રૂપિયાનું દાન કરી રહ્યાં છે. ત્યારે સુરેન્દ્રનગરના મૂળીના દેવપરા ગામના 100 વર્ષીય વૃદ્ધાએ એક ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું છે. પ્રધાનમંત્રી રાહત ફંડમાં દેશની જનતા તરફથી દાન પેઠે રૂપિયા જમા કરાવામાં આવી રહ્યાં છે. પીએમ મોદીની અપીલ બાદ બોલિવુડના અભિનેતા અક્ષય કુમારે 25 કરોડનું દાન પ્રધાનમંત્રી રાહત ફંડમાં જમા કરાવ્યું હતું.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પ્રાપ્ત મળતી વિગત અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના મૂળીના દેવપરા ગામના 100 વર્ષીય વૃદ્ધાએ ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું છે. કોરોનાની મહામારી સામે રાહત કામગીરી માટે સહાયરૂપે આપ્યાં છે. દેવપરા ગામના 100 વર્ષના વૃદ્ધા જડીબેન રબારીએ 100 રૂપિયાની રકમ પ્રધાનમંત્રી રાહત ફંડમાં જમા કરાવીને અન્ય લોકોને પણ ફંડમાં દાનમાં કરવા અપીલ કરી છે. 100 વર્ષના વૃદ્ધા જડીબેને કહ્યું કે અન્યને પણ શક્તિ મુજબ ફાળો આપવા અપીલ કરી છે.