આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, પાટણ

પાટણના કાયદાકીય આલમમાં આશ્ચર્ય જગાવતી ઘટના પ્રકાશમાં આવી છે. અનેક ગુનામાં આરોપીએ કોરોના સામે માસ્ક વિતરીત કર્યા હતા. જેને ભરપેટ વખાણ કરી વકીલ મંડળ પ્રમુખે સર્ટીફીકેટ આપી દીધાનું સામે આવ્યું છે. તડીપાર આરોપીને વકીલ મંડળના પ્રમુખે પ્રસંશાપત્ર આપી દેતાં કારોબારી સહિતના વકીલોમાં આશ્ચર્ય ઉભું થયું છે. આવી સ્થિતિમાં પાટણ ગ્રામ વકીલ મંડળે જાહેરજનતા જોગ પત્ર પ્રસિદ્ધ કરવાની નોબત બની હોવાનું પણ બહાર આવ્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણના ચિરાગ રમેશભાઇ દરજી વિરૂધ્ધ ઘણા ગુનાઓ નોંધાયેલા છે. પાટણના પૂર્વ એસપી શોભા ભુતડાની દરખાસ્ત મુજબ આરોપી ચિરાગ દરજીને તડીપાર પણ કરવામાં આવેલ હતો. ઇસમ માથાભારે છાપ ધરાવતો અને વિવિધ ગુનાહિત પ્રવૃતિઓ કરવાની ટેવવાળો હોવાનું પોલીસે જાહેર કરેલું છે. હવે કોરોના મહામારી વચ્ચે આરોપી ચિરાગ દરજીની સંસ્થાએ માસ્ક વહેંચ્યા હતા. માસ્ક અને સેનેટાઝર વિનામૂલ્ય આપવા બદલ પાટણ જિલ્લા બાર એસોસિયેશન પ્રમુખે સર્ટીફીકેટ આપ્યું છે. સર્ટીફીકેટ સોશ્યલ મીડિયામાં વાયરલ થતાં બાર એસોસીએશનના કારોબારી સભ્યો તેમજ જનરલ સભ્યો ચોંકી ગયા છે. આથી પાટણ જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વકીલ મિત્રોમાં સર્ટીફીકેટ મામલે ચર્ચા વધી જતાં વધુ એક વાત સામે આવી છે. પાટણ રૂરલ વકીલ મંડળે જાહેર પ્રેસ નોટ આપી આરોપીને સર્ટીફીકેટ આપવા સામે નારાજગી વ્યક્ત કરી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, આરોપીની કામગીરી ભલે સારી હોય પરંતુ વકીલ મંડળના પ્રમુખે લેટરપેડ ઉપર ભરપૂર વખાણ કરતું સર્ટીફીકેટ આપી દેતાં ચર્ચા જામી છે. આવી સ્થિતિમાં વકીલ મિત્રોમાં આરોપીને પ્રમાણપત્ર આપવા સામે બે ગૃપ ઉભા થતાં હોય તેવું ચિત્ર ઉભરી આવ્યું છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code