ચોંક્યાં@સાંતલપુર: તેલના પાઉચ ભરી હરીદ્રાર જતી ટ્રકમાંથી તેલના 52 બોક્ષ ચોરાયા, ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, સાંતલપુર સાંતલપુર હાઇવે પર આવેલ હોટલમાં ચા-પાણી કરવા ઉભી રહેલ ટ્રકમાંથી પામોલિન તેલના બોક્ષ ચોરાયાની ઘટના સામે આવી છે. વિગતો મુજબ કંડલાથી તેલના પાઉચના બોક્ષ ભરી હરીદ્રાર જતી વખતે ચાલક રાત્રે હોટલમાં ચા-પાણી કરવા ગયો હતો. જે બાદમાં રાત્રે તપાસ કરતાં ટ્રકની પાછળના ભાગે તાડપત્રી કાપેલી હોઇ તેલના બોક્ષ ચોરાયાનું ખુલ્યુ
 
ચોંક્યાં@સાંતલપુર: તેલના પાઉચ ભરી હરીદ્રાર જતી ટ્રકમાંથી તેલના 52 બોક્ષ ચોરાયા, ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, સાંતલપુર

સાંતલપુર હાઇવે પર આવેલ હોટલમાં ચા-પાણી કરવા ઉભી રહેલ ટ્રકમાંથી પામોલિન તેલના બોક્ષ ચોરાયાની ઘટના સામે આવી છે. વિગતો મુજબ કંડલાથી તેલના પાઉચના બોક્ષ ભરી હરીદ્રાર જતી વખતે ચાલક રાત્રે હોટલમાં ચા-પાણી કરવા ગયો હતો. જે બાદમાં રાત્રે તપાસ કરતાં ટ્રકની પાછળના ભાગે તાડપત્રી કાપેલી હોઇ તેલના બોક્ષ ચોરાયાનું ખુલ્યુ હતુ. આ તરફ ઝીણવટભરી તપાસ કરતાં કુલ 1200 બોક્ષમાંથી 52 બોક્ષ ચોરાયાનું સ્પષ્ટ થતાં તાત્કાલિક શેઠને વાત કરી હતી. આ તરફ પોલીસે અજાણ્યાં ઇસમો વિરૂધ્ધ ગુનો નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

ચોંક્યાં@સાંતલપુર: તેલના પાઉચ ભરી હરીદ્રાર જતી ટ્રકમાંથી તેલના 52 બોક્ષ ચોરાયા, ગુનો દાખલ
દેશી ગાયનું ઘી બુક કરવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના સાંતલપુર તાલુકાના ઝઝામ ગામ નજીક આવેલ સહયોગ હોટેલના કમ્પાઉન્ડમાં ઉભી રહેલ ટ્રકમાંથી તેલના બોક્ષની ચોરી થયાનું સામે આવ્યુ છે. મૂળ ઉત્તરપ્રદેશના સોનુ ચૌહાણ અને પ્રવેશકુમાર કંડલાથી ગત તા.26/07/2021ના રોજ ટ્રકમાં તેલના બોક્ષ ભરી નિકળ્યાં હતા. જ્યાં કંડલાથી ભચાઉ, આડેસર, સાંતલપુર થી સિધાડા કસ્ટમ રોડ ઉપર આવેલ ઝઝામ નજીક સહયોગ હોટેલના કમ્પાઉન્ડમાં ટ્રક મુકી ચા-પાણી કરવા ગયા હતા. જ્યાં રાત્રે આશરે સાડા દસેક વાગે પરત આવતાં ટ્રક ઉપર નાંખેલ પ્લાસ્ટીકની તાડપત્રી કાપેલી હોઇ તપાસ કરતાં તેલના બોક્ષની ચોરી થયાનું ખુલ્યુ હતુ.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સૂત્રોએ જણાવ્યું હતુ કે, સાંતલપુર નજીક હોટલ પર ઉભેલી ટ્રકમાંથી તેલના બોક્ષની ચોરીની ઘટનાથી ચકચાર મચી ગઇ છે. જોકે ટ્રકને હોટેલના પાર્કિગમાં મુક્યાં બાદ તેલના બોક્ષની ચોરી થઇ કે પહેલાં તે બાબતે હજી સુધી કોઇ ચોક્કસ વિગતો સામે આવી નથી. સમગ્ર મામલે ચાલકે પોતાના શેઠને જાણ કર્યા બાદ અજાણ્યાં ઇસમો વિરૂધ્ધ હિમાની બેસ્ટ ચોઇસમ રીફાઇન્ડ પામોલિન તેના બોક્ષ નંગ-52 કિ.રૂ. 78,000 નો ચોરી કર્યાની પોલીસ ફરીયાદ નોંધાવી છે. જેને લઇ પોલીસે અજાણ્યાં ઇસમો વિરૂધ્ધ આઇપીસી કલમ 379 મુજબ ગુનો નોંધતાં PSI જયપ્રકાશ શુક્લાએ વધુ તપાસ હાથ ધરી છે.