આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, પાટણ

સાંતલપુર તાલુકાના ગામોમાં પીવાનું પાણી સ્વચ્છ મળતું હોવાના દાવા વચ્ચે ચોંકાવનારી વિગતો સામે આવી છે. લેબોરેટરીમાં ચોખ્ખું બતાવતા પાણીમાં વાસ આવતી હોવાનો ઘટસ્ફોટ થયો છે. ગ્લાસમાં પાણી લઈ પીવા જતાં ભયંકર બદબૂનો સામનો કરવો પડતો હોવાનું ગામલોકો જણાવે છે. સ્વચ્છ હોવાનું કહેતા ઈજનેરોને પાણી પીવડાવવા ગામલોકો ચેલેન્જ આપી રહ્યા છે. સરેરાશ 20 ગામનો પ્રશ્ન હોઇ તાલુકાના ઉપપ્રમુખે રજૂઆત કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ઝઝામ અને કલ્યાણપુરા પાસે પાણી પુરવઠા યોજના ચાલે છે. કચ્છ બ્રાન્ચ કેનાલમાંથી આ બંને પંપિગ સ્ટેશન વિસ્તારના ગામોને પીવાનું પાણી પૂરું પાડે છે. જથ્થો પૂરતો હોવાનું સ્વિકારી 15 દિવસથી નર્મદા વિભાગે જળસ્ત્રાવ બંધ કર્યો છે. આથી કેનાલના તળિયે રહેલી ગંદકી ઉપરનું પાણી અસરગ્રસ્ત બન્યું છે. નવા પાણી બંધ થતાં પડ્યું પાણી ગંદી વાસ ધરાવતું બન્યું છે. જેનાથી ઝઝામ અને કલ્યાણપુરા પંપિગ સ્ટેશન મારફત સરેરાશ 20 ગામને મળતું પાણી સ્વચ્છ પરંતુ બદબૂ સાથે આવી રહ્યું હોવાનું ગામલોકો જણાવી રહ્યા છે. જેની ચર્ચા તાલુકા પંચાયતમાં થતાં લેબોરેટરીમાં તપાસ કરાવ્યું હોવાનું સામે આવ્યું હતું. જેમાં પાણી પીવાલાયક હોઇ ચિંતાજનક ન હોવાનો દાવો કર્યો હતો.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ગામલોકો ગ્લાસમાં પાણી લઈ પીવે ત્યારે ગંદી વાસનો ભોગ બને છે. આથી ભારે શોરબકોર અને બૂમરાણ વચ્ચે મામલો તાલુકા પંચાયત ઉપપ્રમુખ સુધી પહોંચતા રજૂઆત કરી છે. સાંતલપુર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અણદુભા જાડેજાએ સમગ્ર મામલે ક્લેક્ટરને પત્ર લખી નવું પાણી શરૂ કરાવવા વિનંતી કરી છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code