આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર ડોટ કોમ, ભાભર

ભાભર તાલુકાના ગામે મુખ્યમંત્રી સડક યોજનાનો માર્ગ આખા ગુજરાતમાં ક્યાંય ના જોવા મળે તેવો છે. જાહેર રોડ ઉપર સિમેન્ટવાળો હેવી પિલ્લર ઉભો કર્યો છે. આ સાથે માર્ગ ઉપર લોખંડી દરવાજા ગોઠવી કિલ્લેબંધી કરી છે. સરકારી રોડ જાણે ચોક્કસ ઘર પૂરતો જ બન્યો હોય તેવી નોબત છે. સરકારી ડામર રોડ ઉપર આટલી હદે થયેલું દબાણ/અવરોધ દૂર નહિ થતાં અનેક સવાલો ઉભા થયા છે. સરકારી ઇજનેરોને આ ગંભીર બાબતે જાણ છતાં કેમ આંખ આડાં કાન થઈ રહ્યા છે.

બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના સુથારનેસડી ગામે બનેલો માર્ગ અત્યાર સુધીનો સૌથી વધુ ચોંકાવનારો માર્ગ બન્યો છે. જર્જરિત રોડ, રોડ બનાવવામાં ગેરરીતિ કે રોડની ગુણવત્તા સહિતના બાબતે તો સાંભળ્યું હશે પરંતુ સરકારી રોડ ઉપર કિલ્લેબંધી થઈ હોય તેવું સાંભળ્યું છે? તો હકીકતે જાહેર જનતા એટલે કે આખા ગુજરાત માટે બનાવેલ રોડ ઉપર કિલ્લેબંધી થઈ ગઈ છે. ભાભર તાલુકાના સુથારનેસડી ગ્રામ પંચાયત હદમાં વર્ષ 2021ની શરૂઆતમાં મુખ્યમંત્રી સડક યોજના હેઠળ ડામર રોડ બનાવવામાં આવ્યો હતો. આ માર્ગના છેડા તરફ જતાં ચોંકાવનારો નજારો જોવા મળે છે. કુલ 2 કિમીથી વધુ લંબાઇના આ માર્ગનો છેડા તરફનો કેટલોક ભાગ ખાનગી ખેતરમાંથી પસાર થાય છે. જ્યાંથી ખેતરની શરૂઆત થાય છે ત્યાં જ સિમેન્ટનો મોટો પિલ્લર અને સામે બાજુ દિવાલ તાણી દીધી છે. જ્યારે માર્ગની વચ્ચોવચ્ચ લોખંડી દરવાજો મૂકી કિલ્લેબંધી કરી દીધી છે. આ માર્ગ માત્ર કેટલાક વ્યક્તિઓ માટે નહિ પરંતુ આખું ગામ સહિત જાહેર જનતા માટે છે. જોકે કોઈ આગેવાને મુખ્યમંત્રી સડક ઉપર હેવી કિલ્લેબંધી કરી દેતાં પસાર થતાં સો વાર વિચાર કરવો પડે તેવી સ્થિતિ બની છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સૂત્રોએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ગ્રામ સડક ઉપર ખાનગી બાંધકામ ક્યારેય થાય નહિ. આ સાથે ખાનગી વ્યક્તિ કે જૂથ દ્વારા સરકારી રોડ ઉપર અવરોધ પણ હોય નહિ. જોકે રોડનાં છેડા તરફ ગણતરીના મકાનો આવેલા હોઇ પોતાના સિવાય કોઈ ના આવે તેમ માની કોઈ ઈસમે હેવી કિલ્લેબંધી કરી છે. આવી સ્થિતિમાં મુખ્યમંત્રી ગ્રામ સડક ઉપરથી પસાર થતાં તેના એક બાજુના છેડે ચોક્કસ વ્યક્તિ સિવાય જાણે પ્રવેશબંધી કરી હોય તેવું બન્યું છે. સમગ્ર મામલે મહિલા સરપંચ, મહિલા તલાટી, મહિલા ટીડીઓ અને નાયબ કાર્યપાલક ઇજનેર સહિતનાને જાણ છે. આમ છતાં જાહેર રોડ ઉપર કરવામાં આવેલી લોખંડી કિલ્લેબંધી દૂર નહિ થતાં અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code