આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

કોરોના કહેર વચ્ચે મહેસાણામાં પરીણિતાને 25 લાખ દહેજ માંગી ઘરમાંથી તગેડી મુક્યાની ઘટના સામે આવી છે. વિગતો મુજબ ડોક્ટર મહિલાએ અગાઉ મહેસાણાના યુવક સાથે લગ્ન કર્યા હતા. આ તરફ અમુક સમય વિત્યાં બાદ મહિલાનો પતિ તેમની સાથે વાત ન કરતો હોઇ અને છુટ્ટાછેડાં આપવા દબાણ કરતો હતો. આ દરમ્યાન પરીણિતા સાસરીમાં આવીને રહેવા લાગી હતી અને તેનો પતિનો પણ કોઇ પત્તો ન હોઇ તે સાસરીમાં રહેતી હતી. આ તરફ એક દિવસ સાસુ-સસરાએ 25 લાખ દહેજની માંગ કરી તેને ઘરમાંથી તગેડી મુકી હતી. જેને લઇ મહિલાએ પોતાના પતિ અને સાસુ-સસરા સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા શહેરમાં ડોક્ટર પરીણિતા સાથે દહેજ માંગણીની ચોંકાવનારી ઘટના સામે આવી છે. મૂળ અલવર(રાજસ્થાન)ની અને હાલ મહેસાણા શહેરના તિરૂપતિ શાહીબાગ ટાઉનશીપમાં રહેતી એક યુવતિએ શહેરના અર્પિત અનિલભાઇ પટેલ પ્રેમસંબંધ બાદમાં લગ્ન કર્યા હતા. BHMS હોમિયોપેથિક ડોક્ટર યુવતિના લગ્નના ત્રણેક મહિના બાદ તેના પતિએ તેની સાથે વાતચીત કરવાનું બંધ કર્યુ હતુ. આ સાથે આપણાં લગ્ન મારા માતા-પિતા નહીં સ્વિકારે તેવું કહી છુટ્ટાછેડાં માટે દબાણ કર્યુ હતુ. જોકે યુવતિ નહીં માનતાં પોતાની રીતે મહેસાણા અર્પિતના ઘરે પહોંચી હતી. જ્યાં તેના સાસુ-સસરા પણ તેને અવાર-નવાર માનસિક ત્રાસ આપતાં હતા. આ તરફ અર્પિત પણ ક્યાંક જતો રહ્યો હોઇ યુવતિ તેની સાસરીમાં રહેવા લાગી હતી.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ગત 8 જૂનના રોજ યુવતિના સાસુ-સસરાએ યુવતિ પાસે 25 લાખ દહેજની માંગ કરી તેને ઘરેથી તગેડી મુકી હતી. આ તરફ મહિલા પતિ પણ છેલ્લા કેટલાંક દિવસોથી ઘરે આવ્યો ન હોઇ ચિંતા વચ્ચે યુવતિએ ઘર છોડવું પડ્યુ હતુ. જે બાદમાં તેને 181 અભયમનો સહારો લેતાં મહિલાએ તેના પતિ-સાસુ-સસરા સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે. સમગ્ર મામલે મહેસાણા તાલુકા પોલીસે અર્પિત અનિલભાઇ પટેલ, અનિલભાઇ કાશીભાઇ પટેલ અને કંચનબેન અનિલભાઇ પટેલ વિરૂધ્ધ આઇપીસી 498A, 114 અને દહેજ પ્રતિબંધ અધિનિયમની કલમ 3, 7 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code