ચોંક્યાં@સિધ્ધપુર: શિક્ષિકાના ઘરમાં ત્રાટક્યાં તસ્કરો, દાગીના અને રોકડ સહિત 4.40 લાખની ચોરી

અટલ સમાચાર ડોટ કોમ, સિધ્ધપુર સિધ્ધપુર પંથકમાં ફરી એકવાર ચોરીની ઘટના સામે આવતાં હડકંપ મચી ગયો છે. શહેરના એક વિસ્તારમાં રહેતાં મહિલા શિક્ષિકાના ઘરમાં અજાણ્યાં ઇસમોએ હાથફેરો કર્યો હોવાનું સામે આવ્યુ છે. વિગતો મુજબ મહિલા શિક્ષિકા પારીવારીક કામ માટે ઘરને તાળું મારી મહેસાણા ગયા હતા. જ્યાં બે દિવસ બાદ પરત પોતાના ઘરે આવતાં ચોરી થયાનું
 
ચોંક્યાં@સિધ્ધપુર: શિક્ષિકાના ઘરમાં ત્રાટક્યાં તસ્કરો, દાગીના અને રોકડ સહિત 4.40 લાખની ચોરી

અટલ સમાચાર ડોટ કોમ, સિધ્ધપુર

સિધ્ધપુર પંથકમાં ફરી એકવાર ચોરીની ઘટના સામે આવતાં હડકંપ મચી ગયો છે. શહેરના એક વિસ્તારમાં રહેતાં મહિલા શિક્ષિકાના ઘરમાં અજાણ્યાં ઇસમોએ હાથફેરો કર્યો હોવાનું સામે આવ્યુ છે. વિગતો મુજબ મહિલા શિક્ષિકા પારીવારીક કામ માટે ઘરને તાળું મારી મહેસાણા ગયા હતા. જ્યાં બે દિવસ બાદ પરત પોતાના ઘરે આવતાં ચોરી થયાનું ખબર પડી હતી. જેથી તપાસ કરતાં દાગીના અને રોકડ રકમ સહિત 4.40 લાખના મુદ્દામાલની ચોરી થયાનું ખુલતાં હડકંપ મચી ગયો છે. ઘટનાને લઇ મહિલા શિક્ષિકાએ અજાણ્યાં ઇસમો વિરૂધ્ધ સિધ્ધપુર પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ચોંક્યાં@સિધ્ધપુર: શિક્ષિકાના ઘરમાં ત્રાટક્યાં તસ્કરો, દાગીના અને રોકડ સહિત 4.40 લાખની ચોરી

પાટણ જીલ્લાના સિદ્ધપુર શહેરના આનંદ રો-હાઉસમાં રહેણાંક મકાનમાં 4.40 લાખની ચોરીની ઘટનાથી ચકચાર મચી ગઇ છે. વિગતો મુજબ ખોલવાડા પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતાં દક્ષાબેન માધવલાલ પરમાર(ઉ.વ.47)ના પતિનું અવસાન થયેલ હોવાથી તે એકલા રહેતાં હતા. જોકે મંગળવારે મહેસાણા ખાતે તેમના ભાભીને ઘરે તેઓ ગયા બાદ ગુરૂવારે સવારે સિધ્ધપુર પરત ફર્યા હતા. જ્યાં ઘરના દરવાજાનો નકુચો તુટેલો જોઇ તપાસ કરતાં ઘરમાં બધો સામાન વેર-વિખેર અને તિજોરી પણ ખુલ્લી હોઇ ચોરી થયાનું માલૂમ પડ્યુ હતુ. જેથી મહિલા શિક્ષિકાએ તપાસ કરતાં કુલ 4.40 લાખના મુદ્દામાલની ચોરી થયાનું ખુલ્યુ હતુ.

ચોંક્યાં@સિધ્ધપુર: શિક્ષિકાના ઘરમાં ત્રાટક્યાં તસ્કરો, દાગીના અને રોકડ સહિત 4.40 લાખની ચોરી
જાહેરાત

સૂત્રોએ જણાવ્યું હતુ કે, મહિલા શિક્ષિકાના ઘરે અજાણ્યાં ઇસમોએ ગેરકાયદેસર પ્રવેશ કરી ચોરીને અંજામ આપતાં સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. ઇસમો મહિલા શિક્ષિકાના ઘરમાંથી સોનાના દાગીના કિં.રૂ 1,90,000 અને રોકડ રકમ રૂ.2,50,000 મળી કુલ કિ.રૂ.4,40,000નો મુદ્દામાલની ચોરી કરી નાસી છુટ્યા હતા. ઘટનાને લઇ મહિલા શિક્ષિકાએ સિધ્ધપુર પોલીસ મથકે અજાણ્યાં ઇસમો વિરૂધ્ધ આઇપીસી કલમ 454, 457, 380 મુજબ ગુનો નોંધાવતાં સમગ્ર કેસની તપાસ PSI અરવિંદકુમાર ચૌધરી ચલાવી રહ્યા છે.

ચોંક્યાં@સિધ્ધપુર: શિક્ષિકાના ઘરમાં ત્રાટક્યાં તસ્કરો, દાગીના અને રોકડ સહિત 4.40 લાખની ચોરી
File Photo