ચોંક્યાં@સુરેન્દ્રનગર: ફંગસના ઇન્જેક્શનની કાળાબજારી, 1.40 લાખના મુદ્દામાલ સાથે 2 ઇસમ ઝબ્બે

અટલ સમાચાર ડોટ કોમ, સુરેન્દ્રનગર કોરોના કહેર સુરેન્દ્રનગરમાં મ્યુકોરમાઇકોસિસ અને ફંગસની બિમારીમાં વપરાતાં ઇન્જેક્શનની કાળાબજારી ઝડપાઇ છે. સ્થાનિક પોલીસે ચોક્કસ બાતમી આધારે ડ્રગ ઇન્સ્પેક્ટરને સાથે રાખીને વોચ ગોઠવી હતી. આ દરમ્યાન બાતમી મુજબનો વ્યક્તિ આવતાં તેને રોકી તલાશી લેતાં તેની પાસેથી 20 ઇન્જેક્શન મળી આવ્યા હતા. જેતી ઇન્જેક્શન રાખવા માટે ડોક્ટરની યાદી(પ્રિસ્કીપ્શન) માંગતાં પોતાની પાસે
 
ચોંક્યાં@સુરેન્દ્રનગર: ફંગસના ઇન્જેક્શનની કાળાબજારી, 1.40 લાખના મુદ્દામાલ સાથે 2 ઇસમ ઝબ્બે

અટલ સમાચાર ડોટ કોમ, સુરેન્દ્રનગર

કોરોના કહેર સુરેન્દ્રનગરમાં મ્યુકોરમાઇકોસિસ અને ફંગસની બિમારીમાં વપરાતાં ઇન્જેક્શનની કાળાબજારી ઝડપાઇ છે. સ્થાનિક પોલીસે ચોક્કસ બાતમી આધારે ડ્રગ ઇન્સ્પેક્ટરને સાથે રાખીને વોચ ગોઠવી હતી. આ દરમ્યાન બાતમી મુજબનો વ્યક્તિ આવતાં તેને રોકી તલાશી લેતાં તેની પાસેથી 20 ઇન્જેક્શન મળી આવ્યા હતા. જેતી ઇન્જેક્શન રાખવા માટે ડોક્ટરની યાદી(પ્રિસ્કીપ્શન) માંગતાં પોતાની પાસે નહીં હોવાનું કહ્યું હતુ. જેથી પોલીસે 1.40 લાખના ઇન્જેક્શન સહિતના મુદ્દામાલ સાથે ઇસમને ઝડપી પાડ્યો છે. આ સાથે અન્ય એક ઇસમની પણ સંડોવણી ખુલતાં બંને સામે સુરેન્દ્રનગર એ ડીવીઝન પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરેન્દ્રનગર SPએ જીલ્લામાં કોરોના, મ્યુકોરમાઇકોસિસ અને ફંગસ રોગના ઇન્જેક્શનની કાળાબજારી રોકવા સુચના આપેલ છે. જે અનુસંધાને સુરેન્દ્રનગર એ ડીવીઝન પોલીસની ટીમ પેટ્રલિંગમાં હતી. આ દરમ્યાન ચોક્કસ બાતમી મળી હતી કે, મ્યુકરમાઇકોસિસ અને ફંગસના રોગમાં ઉપયોગમાં લેવાતાં ઇન્જેક્શન સાથે દલસુખભાઇ જેરામભાઇ વાડીલાલ ચોક પાસેથી નીકળનાર છે. જેથી તાત્કાલિક ડ્રગ ઇન્સપેક્ટરને સાથે રાખી પોલીસે વોચ ગોઠવી ઇસમ આવતાં તેને ઝડપી પાડ્યો હતો. જેની તલાશી લેતાં ઇસમ પાસેથી થેલીમાંથી 20 નંગ LIPOSOMAL AMPHOTERICIN-B ઇન્જેક્શન મળી આવ્યા હતા. જેથી પોલીસે ઇન્જેક્શન માટેના ડોક્ટરના પ્રિસ્કીપ્શન માંગતાં પોતાની પાસે નહીં હોવાનું કબૂલ્યુ હતુ.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, પોલીસની તપાસમાં આ ઇન્જેક્શની મૂળ કિં.7,000 હોવા છતાં ઇસમો તેને રૂ.10,000માં વેચાણ કરતાં હોવાનું ખુલ્યુ છે. આ તરફ તપાસ વચ્ચે સમીર મન્સુરીનું નામ ખુલતાં તેને ઇન્જેક્શનના રજૂ કરેલ બિલો પણ શંકાસ્પદ હોવાનું સામે આવ્યુ છે. જેથી બંને ઇસમો વિરૂધ્ધ સુરેન્દ્રનગર એ ડીવીઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. પોલીસે બંને આરોપીઓ સામે આઇપીસી 420, 114, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ 53 અને જરૂરી ચીજવસ્તુઓનો અધિનિયમની કલમ 3, 7, 11 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.