ચોંક્યાં@સમી: ધોળા દિવસે રહેણાંક મકાનમાં તસ્કરો ત્રાટક્યાં, દાગીના સહિત 1.37 લાખની ચોરી

અટલ સમાચાર ડોટ કોમ, સમી સમી તાલુકાના ગામે રહેણાંક મકાનમાં દાગીના અને રોકડ રકમ સહિત કુલ 1.37 લાખની ચોરી થયાનું સામે આવ્યુ છે. ગઇકાલે સવારે સમી કામર્થે આવેલાં ફરીયાદીએ ઘરે જઇને જોતાં ઘરનું તાળું તુટેલું હતુ. જેથી ચોંકી જઇ અંદર તપાસ કરતાં તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના ગાયબ હતા. આ સાથે રોકડ રકમ મળી કુલ 1.37 લાખની
 
ચોંક્યાં@સમી: ધોળા દિવસે રહેણાંક મકાનમાં તસ્કરો ત્રાટક્યાં, દાગીના સહિત 1.37 લાખની ચોરી

અટલ સમાચાર ડોટ કોમ, સમી

સમી તાલુકાના ગામે રહેણાંક મકાનમાં દાગીના અને રોકડ રકમ સહિત કુલ 1.37 લાખની ચોરી થયાનું સામે આવ્યુ છે. ગઇકાલે સવારે સમી કામર્થે આવેલાં ફરીયાદીએ ઘરે જઇને જોતાં ઘરનું તાળું તુટેલું હતુ. જેથી ચોંકી જઇ અંદર તપાસ કરતાં તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના ગાયબ હતા. આ સાથે રોકડ રકમ મળી કુલ 1.37 લાખની ચોરી થયાનું સામે આવતાં પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા. ધોળા દિવસે રહેણાંક મકાનમાં ચોરીની ઘટના બાદ ફરીયાદીએ અજાણ્યાં ઇસમ સામે સમી પોલીસ મથકે ગુનો નોંધાવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના સમી તાલુકાના નાયકા ગામે ધોળા દિવસે ચોરીની ઘટના સામે આવી છે. ગામના ચંદ્રકાન્ત છનાલાલ દવે ગઇકાલે સવારે 10:30 વાગે કામ હોઇ સમી સરકારી મંડળીમાં ગયા હતા. જે બાદમાં 11:30 વાગે પરત આવતાં મકાનના દરવાજાનું તાળું તુટેલું જોઇ ચોંકી ઉઠ્યા હતા. જેથી તાત્કાલિક તપાસ કરતાં તિજોરીમાં પડેલ સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ 55,000 મળી કુલ કિ.રૂ.1,37,000ની ચોરી થઇ હોવાનું સામે આવ્યુ હતુ.

ચોંક્યાં@સમી: ધોળા દિવસે રહેણાંક મકાનમાં તસ્કરો ત્રાટક્યાં, દાગીના સહિત 1.37 લાખની ચોરી

સૂત્રોએ જણાવ્યું હતુ કે, પાટણ જીલ્લામાં છાશવારે ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે. જેમાં ગઇકાલે સમીમાં તો ધોળા દિવસે ચોર તત્વોએ રહેણાંક મકાનને નિશાન બનાવતાં ચકચાર મચી ગઇ છે. અજાણ્યાં ઇસમોએ દવે પરિવારના ઘરમાં પ્રવેશી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી કુલ કિ.રૂ.1,37,000ની ચોરી કરી હોવાનું સામે આવ્યુ છે. જેને લઇ ચંદ્રકાન્ત દવેએ અજાણ્યાં ઇસમ સામે સમી પોલીસ મથકે આઇપીસી કલમ 454, 380 મુજબ ગુનો નોંધાવ્યો છે.