ચોંક્યાં@કડી: ઘરની આગળ જ યુવતિ સાથે છેડતી કરી ધોકો માર્યો, ઇસમ વિરૂધ્ધ ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, કડી કડી તાલુકાના ગામે છેડતીની ચોંકાવનારી ઘટના સામે આવતાં ચકચાર મચી ગઇ છે. વિગતો મુજબ ગામની યુવતિ પોતાના ઘર આગળ ઉભી હોઇ સ્થાનિક ઇસમે તેના કપડા ઉતારવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદમાં યુવતિને વાંધો ઉઠાવતાં ઇસમે પોતાની પાસે રહેલ બરડાના ભાગે માર્યો હતો. આ તરફ યુવતિના પરીજનો આવી પહોંચ્યાં બાદ સમગ્ર
 
ચોંક્યાં@કડી: ઘરની આગળ જ યુવતિ સાથે છેડતી કરી ધોકો માર્યો, ઇસમ વિરૂધ્ધ ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, કડી

કડી તાલુકાના ગામે છેડતીની ચોંકાવનારી ઘટના સામે આવતાં ચકચાર મચી ગઇ છે. વિગતો મુજબ ગામની યુવતિ પોતાના ઘર આગળ ઉભી હોઇ સ્થાનિક ઇસમે તેના કપડા ઉતારવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદમાં યુવતિને વાંધો ઉઠાવતાં ઇસમે પોતાની પાસે રહેલ બરડાના ભાગે માર્યો હતો. આ તરફ યુવતિના પરીજનો આવી પહોંચ્યાં બાદ સમગ્ર ઘટના અંગે યુવતિએ ઇસમ વિરૂધ્ધ કડી પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના કડી તાલુકાના આદુંદરા ગામે છેડતીની ઘટના સામે આવી છે. જેમાં ગામની 21 વર્ષિય યુવતિ પોતાના ઘરની આગળ ઉભી હતી. આ દરમ્યાન અચાનક વણકરવાસમાં રહેતો સોલંકી રજનીકાંત નટવરભાઇ નામનો ઇસમ તેની પાસે આવ્યો હતો. જ્યાં બદઇરાદાથી ઇસમે યુવતિએ પહેરેલાં કપડા કાઢવાનો પ્રયાસ કરી ખેંચાખેંચી કરી હતી. જેથી યુવતિએ વાંઘો ઉઠાવતાં ઇસમે હાથમા રહેલ ધોકો યુવતિને બરડાના ભાગે માર્યો હતો. સમગ્ર મામલે યુવતિએ ઇસમ વિરૂધ્ધ કડી પોલીસ મથકે આઇપીસી 354(ખ)m 324, 323 અને જીપીએ કલમ 135 મુજબ ગુનો નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે