આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ)

મોડાસા તાલુકાની શાળાઓમાં છેલ્લા કેટલાક સમયથી દાળનો જથ્થો પહોંચ્યો નથી. દાળ વગરનો આહાર લેતાં બાળકોને પ્રોટીનની ઉણપ થતી હોવાના સવાલો થયા છે. જેનાથી મામલતદાર કચેરીની એમડીએમ શાખા સામે ગંભીર સવાલો ઉભા થયા છે.

પ્રાથમિક શાળાઓના નવીન સત્રને શરૂ થયાને દોઢ મહિનો વીતવા આવ્યો છે. તેમ છતાં મોડાસા તાલુકાની શાળાઓમાં દાળનો જથ્થો ગયો નથી. ચણા,તુવેર,મગ સહીત દાળનો જથ્થો મધ્યાહન ભોજનના સંચાલકોને અગાઉ સમયસર મળતો હતો. જેથી તાલુકાની અનેક શાળાઓમાં દાળનો જથ્થો નહિ આવતાં વાલીઓમાં આશંકા ઉભી થઇ છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, મધ્યાહન ભોજન સંચાલકોની બેદરકારી સામે નોટિસ આપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code