આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, ડેસ્ક
ઊરી ધ સર્જિકલ સ્ટ્રાઇક ફિલ્મમાં ભારતીય લશ્કરના એક વરિષ્ઠ અધિકારીનો રોલ કરી ચૂકેલા અભિનેતા સુશાંત સિંહ વધુ એક ફિલ્મમાં લશ્કરી જવાનનો રોલ કરશે એવી જાણકારી મળી હતી.15 જાન્યુઆરીએ આર્મી ડેના શુભ દિવસે રાયફલ મેન નામની ફિલ્મની જાહેરાત થઇ હતી જેમાં હીરો તરીકે સુશાંત સિંહ રાજપૂતને સાઇન કરવામાં આવ્યો હોવાનું જણાવાયું હતું. સિનિયર ટ્રેડ પંડિત તરણ આદર્શે ટ્વીટર પર આ જાહેરાત કરતાં ફિલ્મનું ટીઝર પણ રજૂ કર્યું હતું. તાજેતરમાં રજૂ થયેલી અભિષેક કપૂરની કેદારનાથમાં સુશાંતે મુખ્ય રોલ કર્યો હતો અને ધાર્યા કરતાં ફિલ્મને સારો પ્રતિસાદ મલ્યો હતો. હાલ સુશાંતની સોનચિડિયા ફિલ્મ પણ રજૂઆતને આરે છે. એમાં સુશાંતે 1970ના દાયકાના ચંબલની ખીણમાં વસતા ડાકુનો રોલ કર્યો છે. કેદારનાથ હિટ નીવડયા બાદ એને ડઝનેક નવી ફિલ્મોની ઑફર્સ મળી હતી. સાથોસાથ એ છિછોરે, ડ્રાઇવ અને કીઝી ઔર મેની ફિલ્મ પણ કરી રહ્યો છે. ઔએબન્ડેન્ટિયા એન્ટરટેઇનમેન્ટ અને પૂજા ફિલ્મ્સ રાયફલ મેનના નિર્માતાઓ છે.આથી વધુ કોઇ માહિતી જાહેર કરવામાં આવી નહોતી. આ ફિલ્મ ચાલુ વર્ષની આખર સુધીમાં રજૂ કરવાની એના સર્જકોની યોજના છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code