આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, કડી

કડી પોલીસ મથકના કર્મચારીઓ દારૂ વેચાણના કેસના આરોપી બન્યા છે. મોટી કાર્યવાહી થતી હોઇ ભારે ગભરાહટ વચ્ચે ફરાર થયા છે. મંજૂરી વિના ફરજથી ગેરહાજર રહેતા 2 પીએસઆઇ સહિત 7 પોલીસ કર્મચારી સસ્પેન્ડ થયા છે. એસપીએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ કાર્યવાહી કરતા હડકંપ મચી ગયો છે. જિલ્લામાં ચાર લોકડાઉન દરમ્યાન પોલીસ કર્મચારી વિરુદ્ધ પ્રથમ કાર્યવાહી થઈ છે.

પોલીસ કર્મચારીઓ સામે ગઇકાલે નોંધાયેલી એફઆઇઆરની વિગત

મહેસાણા જિલ્લાના કડી પોલીસ સ્ટેશનમાં સૌથી મોટી દોડધામ મચી ગઇ છે. પીઆઇ સહિતના દારૂકાંડના આરોપી બન્યા હોઇ ફરજ પર નથી. જેમાં પીઆઇ દેસાઇ મેડિકલ રજા ઉપર હોવાનું લખાવી નોકરી ઉપર આવતાં નથી. જ્યારે બે પીએસઆઇ સહિતના 7 પોલીસ કર્મચારી ફરાર થયા હોઇ નોકરી ઉપર આવતાં નથી. હાલમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ચાલુ હોવાથી કડી પોલીસ મથકના એકસાથે 7 પોલીસ કર્મચારી મંજૂરી વગર ગેરહાજર છે. આથી એસપીએ તાત્કાલિક અસરથી પીઆઇ સિવાયના 7 પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કર્યા છે.

પોલીસ કર્મચારીઓ સામે ગઇકાલે નોંધાયેલી એફઆઇઆરની નકલ

સૂત્રોએ જણાવ્યું હતું કે, દારૂ વેચાણ કરી રૂપિયા બનાવતા હોવાનું સામે આવતાં કડી પોલીસ ભયંકર હદે બદનામી તરફ છે. આથી દારૂ કાંડની કાર્યવાહીથી બચવા જતાં ફરજ ચૂકી ગયા છે. જેથી મહેસાણા એસપી મનિષસિંગે એકસાથે 7 પોલીસ કર્મચારીને બરતરફ કરતાં ખળભળાટ મચી ગયો છે.

બોક્સ: કડી પોલીસ સ્ટેશનના સસ્પેન્ડ કર્મચારી

  1. કે.એન પટેલ- પી.એસ.આઇ
  2. એ.એસ.બારા- પી.એસ.આઈ
  3. મોહનભાઇ હરીભાઇ- એ.એસ.આઇ
  4. હિતેન્દ્રકુમાર કાંતિલાલ- હેડ કોન્સ્ટેબલ
  5. સંજયકુમાર- હેડ કોન્સ્ટેબલ
  6. શૈલેષ કરમશીભાઇ રબારી- હેડ કોન્સ્ટેબલ
  7. પોલીસ કર્મચારી પ્રકાશ

દારૂ કાંડની તપાસમાં આરોપી નથી તેવા પણ સસ્પેન્ડ

કડી પોલીસ મથકના કોન્સ્ટેબલ પંકજ અને રાજસિંગ દારૂ કાંડની ફરિયાદમાં આરોપી નથી. જોકે ફરજમાં પૂર્વ મંજૂરી વિના સતત ત્રણ દિવસ ગેરહાજર રહ્યા હતા. દારૂ કાંડના કેસની કડક તપાસથી ગભરાઇ જતાં નોકરી પર આવ્યા નથી. આથી સસ્પેન્ડ થયા છે. આવી જ રીતે લોકરક્ષક પ્રકાશ પણ સસ્પેન્ડ થયા છે.

07 Jul 2020, 6:20 AM (GMT)

COVID-19 Global Stats

11,844,706 Total Cases
543,541 Death Cases
6,812,478 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code