આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, કાંકરેજ, ડીસા

કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી પોલીસ સ્ટેશનના કર્મચારી વિરુદ્ધ મોટી કાર્યવાહી થઈ છે. એક કેસના સંદર્ભમાં હાઇકોર્ટની નોટીસ બજવવામાં મદદનીશ પોલીસ ઇન્સ્પેક્ટર નિષ્ફળ ગયા હતા. જેથી ફરિયાદ દ્વારા હાઇકોર્ટની અવમાનના મુદ્દે રજૂઆત કરતાં જિલ્લા પોલીસ વડાએ ASI જીતુમિયા સેલખાનને સસ્પેન્ડ કર્યા છે.

શિહોરી પોલીસ સ્ટેશન હેઠળના કેસમાં હાઇકોર્ટે નોટીસ આપી હતી. કેસ દરમ્યાન પોલીસ સ્ટેશનમાં PSO તરીકે જીતુમિયા સેલખાન ફરજ બજાવતા હતા. પોલીસ કર્મચારીએ ગુજરાત હાઇકોર્ટની નોટિસ બજાવવાની અવગણના કરી હતી. આથી ફરિયાદીના વકીલ ગંભીરસિંહ વાઘેલાએ સમગ્ર મામલે હાઇકોર્ટમાં એફિડેવિટ રજૂ કરી PSO વિરુદ્ધ કાર્યવાહી કરવા રજુઆત કરી હતી.

આથી શિહોરી CPI વાય.એમ.મિશ્રા અને દિયોદર Dyspએ તપાસ કરી બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાને રિપોર્ટ મોકલી આપ્યો હતો. રિપોર્ટમાં પોલીસ કર્મચારી જીતુમિયાની ક્ષતિ હોવાથી બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાએ તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કર્યા છે. પોલીસ કર્મચારીને ભૂલ કરવી ભારે પડી હોવાની ચર્ચા પંથકમાં સામે આવી છે. એસપીના નિર્ણયને પગલે જિલ્લા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code