આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,મહેસાણા

પોલીસ સ્ટેશનમાં મહિલા કર્મચારીનો ડાન્સ કરતો વિડીયો વાયરલ થતા ખળભળાટ મચી ગયો હતો. મહેસાણા પોલીસની આંતરિક તપાસબાદ મહિલા કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દેવાયા છે. દિવસભર ઉત્તેજના ઉભી કરતા એકથી વધુ વિડીયો સામે આવ્યા છે.

વાયરલ વિડીયોમાં ડાન્સ કરતી મહિલા મહેસાણાના લાંઘણજ પોલીસ મથકની કોન્સ્ટેબલ હોવાનું સ્પષ્ટ થયું હતું. આથી મહેસાણા Dy.Sp મંજીતા વણઝારાએ મહિલા કોન્સ્ટેબલ સાથે વાત કરી વિગતો મેળવી હતી. જેમાં બપોરે તપાસના આદેશ બાદ અલગ અલગ સ્થળોના એકથી વધુ વિડીયો સામે આવતા રહ્યા હતા. જેમાં પોલીસ મથકની અંદરનો વિડીયો શિસ્તભંગ ગણવામાં આવ્યો છે.

મહિલા કોન્સ્ટેબલ અર્પિતા ચૌધરીને ડાન્સ કરવો ભારે પડી ગયાનું સામે આવ્યું છે. મહેસાણા પોલીસ વડાએ શિસ્તભંગ બદલ મહિલા કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરતાં ચકચાર મચી ગઇ છે.

શરૂઆતમાં પ્રખ્યાત બાદમાં સસ્પેન્ડ

મહિલા કોન્સ્ટેબલ પોલીસ વિભાગમાં નવી ભરતીમાં આવી હોવાથી TikTok દ્વારા વિડીયો બનાવી દીધો હોવાનું મનાય છે. જેમાં શરૂઆતમાં વિડીયોથી પ્રખ્યાત બન્યા પરંતુ એક જ દિવસમાં સસ્પેન્ડ થતાં ડાન્સ મોંઘો સાબિત થયો છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code