સસ્પેન્ડ@મોડાસા: ગેરરીતિની તપાસને અંતે મહિલા સરપંચને હોદ્દા પરથી દૂર કર્યા

અટલ સમાચાર, મોડાસા(વનરાજસિંહ ખાંટ) કોરોના મહામારી વચ્ચે મોડાસા તાલુકાના ગામના મહિલા સરપંચને હોદ્દા પરથી બરતરફ કર્યાની ઘટના સામે આવી છે. સરપંચ દ્વારા સત્તાનો દુરૂપયોગ, નાણાંકીય ગેરરીતિ અને પૂર્વ મંજૂરી વગર કામો કરી ચૂકવણું કરી દેવાની તપાસ બાદ નિર્ણય લેવામાં આવ્યો છે. અરવલ્લી DDO દ્રારા સરપંચને નોટીસ ફટકારી ખુલાસો પુછવામાં આવ્યા બાદ જવાબ ગાહ્ય રાખવામાં આવ્યો
 
સસ્પેન્ડ@મોડાસા: ગેરરીતિની તપાસને અંતે મહિલા સરપંચને હોદ્દા પરથી દૂર કર્યા

અટલ સમાચાર, મોડાસા(વનરાજસિંહ ખાંટ)

કોરોના મહામારી વચ્ચે મોડાસા તાલુકાના ગામના મહિલા સરપંચને હોદ્દા પરથી બરતરફ કર્યાની ઘટના સામે આવી છે. સરપંચ દ્વારા સત્તાનો દુરૂપયોગ, નાણાંકીય ગેરરીતિ અને પૂર્વ મંજૂરી વગર કામો કરી ચૂકવણું કરી દેવાની તપાસ બાદ નિર્ણય લેવામાં આવ્યો છે. અરવલ્લી DDO દ્રારા સરપંચને નોટીસ ફટકારી ખુલાસો પુછવામાં આવ્યા બાદ જવાબ ગાહ્ય રાખવામાં આવ્યો નથી. આવી સ્થિતિમાં પંચાયત અધિનિયમની જોગવાઇઓ આધારે જીલ્લા વિકાસ અધિકારીએ સરપંચને સસ્પેન્ડ કરતાં ખળભળાટ મચી ગયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સસ્પેન્ડ@મોડાસા: ગેરરીતિની તપાસને અંતે મહિલા સરપંચને હોદ્દા પરથી દૂર કર્યા

અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના ડુઘરવાડા ગામના મહિલા સરપંચ સસ્પેન્ડ થતાં પંચાયત આલમમાં ચકચાર મચી ગઇ છે. સરપંચ ગીતાબેન મહેશભાઈ ભરવાડે સત્તાનો દુરૂપયોગ કરી હોવાની બાબત ધ્યાને આવી હતી. આથી તાલુકા પંચાયતની તપાસ બાદ રીપોર્ટ થયો હતો. જેમાં જીલ્લા વિકાસ અધિકારીએ 1 લાખથી વધુના નાણાંકીય ચૂકવણાં અને તાંત્રિક મંજૂરી વગર કૂવો ઊંડો કરવાનું કામ કર્યાની બાબતે ખુલાસો માંગ્યો હતો. સૌથી મોટી વાત સામે આવી કે, સરપંચે મોડાસા ટીડીઓની મંજૂરી મળી ગયેલ હોવાનું ખોટી રીતે દર્શાવી કચેરીને ગેરમાર્ગે દોરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. સમગ્ર બાબતે સુનાવણીને અંતે ડીડીઓ દ્રારા સરપંચને સસ્પેન્ડનો આદેશ થયો છે.

સસ્પેન્ડ@મોડાસા: ગેરરીતિની તપાસને અંતે મહિલા સરપંચને હોદ્દા પરથી દૂર કર્યા

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, સરપંચ દ્રારા મનસ્વીપણે કામ કરાવી 1,42,000નો ખર્ચ કરી દીધો હોવાનું તપાસમાં આવ્યુ હતુ. આ સાથે અન્ય કામોમાં તંત્રની મંજૂરી ન લેવી, નાણાંકીય ગેરરિતી તેમજ મનસ્વીપણે કામ કરાવવા સહિતની વિગતો ધ્યાને આવતાં જિલ્લા વિકાસ અધિકારીએ રૂબરૂ સુનાવણી કરી સરપંચ ગીતાબેનનો જવાબ લીધો હતો. જેમાં સરપંચ ગીતાબેન મહેશભાઈ ભરવાડ યોગ્ય ખુલાસો કરવામાં નિષ્ફ્ળ રહેતા જીલ્લા વિકાસ અધિકારી અનીલ ધામેલીયાએ ગુજરાત પંચાયત અધિનયમ 1993ની કલમ 55 મુજબ સરપંચને હોદ્દા પરથી દૂર કર્યા છે.