આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, અમદાવાદ, મહેસાણા

અલ્પેશ ઠાકોરને ધારાસભ્ય પદે ગેરલાયક ઠેરવવા કોંગ્રેસે કરેલી અરજીની સુનાવણી બાદ ચોંકાવનારૂ નિવેદન સામે આવ્યું છે. અલ્પેશે કોંગ્રેસના હોદ્દાઓ પરથી રાજીનામું આપ્યું પરંતુ પાર્ટીમાં હોવાનો ઘટસ્ફોટ કર્યો છે. જેનાથી ગુજરાત કોંગ્રેસ સહિત ઠાકોરસેનાના ધારાસભ્યો અને કાર્યકરો આશ્ચર્યમાં મુકાઈ ગયા છે. સમગ્ર બાબતે રાજનીતિ ચરમસીમાએ પહોંચતા આમ નાગરિકોમાં મૂંઝવણ વધી ગઈ છે.

અલ્પેશ ઠાકોરે લોકસભા ચુંટણી દરમિયાન કોંગ્રેસના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું ધરી દીધું હતું. જેની કોપી સોશ્યલ મિડીયામાં વાયરલ થતાં મામલો પ્રદેશ કોંગ્રેસ સુધી પહોંચ્યો હતો. અલ્પેશ અને કોંગ્રેસ આલાકમાન વચ્ચે વાતાવરણ તંગ બનતા લોકસભા ચુંટણીના મતદાન ઉપર મોટી અસર પડી હતી. જેને લઈ કોંગ્રેસે અલ્પેશ ઠાકોરને ધારાસભ્ય પદે ગેરલાયક ઠેરવવા હાઈકોર્ટમાં અરજી કરી છે.

અલ્પેશ ઠાકોરે પોતાના ફેસબુક પેજ પર 10 એપ્રિલે મુકેલુ઼ રાજીનામુ

જેની સુનાવણી ગુરૂવારે હાથ ધરતા અલ્પેશે હાઈકોર્ટમાં ચોંકાવનારૂ નિવેદન આપતા ઠાકોર સેનામાં મુંઝવણ વધી ગઈ છે. કોંગ્રેસના વિવિધ હોદ્દાઓ પરથી રાજીનામું આપ્યું પરંતુ કોંગ્રેસ પાર્ટીમાં હોવાથી ધારાસભ્ય પદે ગેરલાયક ન હોવાનો અલ્પેશ ઠાકોરે ઘટસ્ફોટ કર્યો છે. સુત્રોએ જણાવ્યું હતું કે અલ્પેશે બીજી રીતે આજેપણ કોંગ્રેસ પાર્ટીમાં હોવાનું હાઈકોર્ટને જણાવી ધારાસભ્યપદ બચાવવાનો પ્રયત્ન કર્યો છે.

અલ્પેશના નિવેદનને પગલે બેચરાજી અને બાયડ ધારાસભ્યો સાથે ઠાકોર સૈનિકોને માથું ખંજવાળવું પડે તેવી નોબત આવી છે. ઉલ્લેખનીય છે કે, અલ્પેશના કોંગ્રેસ વિરોધી અને સમર્થનના નિવેદનને પગલે ગુજરાત અને રાષ્ટ્રીય કોંગ્રેસના નેતાઓ અવાક્ બની ગયા છે. આ સાથે ભાજપે રાજકીય ચાલ રમી થોભા અને રાહ જુઓની નિતિ અપનાવી હોવાનું મનાય છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code