શંકાસ્પદ@બેચરાજી: બિલ્ડરની સ્કીમ સુધીના રોડ માટે 4લાખની વહીવટી મંજૂરી આપી

અટલ સમાચાર, ગિરીશ જોશી (મહેસાણા) બેચરાજી ગામ નજીક ઉભી થતી રહેણાંકી સ્કીમ સુધી માર્ગ બનાવવા મંજૂરી અપાઇ હતી. એટીવીટી હેઠળ 4 લાખના ખર્ચે ખાનગી કામ કરવાની વહીવટી મંજૂરી ભયંકર શંકામાં આવી છે. જોગવાઈ ન હોવાના સવાલોને પગલે વહીવટી અને તાંત્રિક મંજૂરી આપનાર સત્તાધીશો સામે ગંભીર સવાલો ઉભા થયા છે. સમગ્ર બાબતે પુછપરછ કરતા તાત્કાલિક અસરથી
 
શંકાસ્પદ@બેચરાજી: બિલ્ડરની સ્કીમ સુધીના રોડ માટે 4લાખની વહીવટી મંજૂરી આપી
અટલ સમાચાર, ગિરીશ જોશી (મહેસાણા)
બેચરાજી ગામ નજીક ઉભી થતી રહેણાંકી સ્કીમ સુધી માર્ગ બનાવવા મંજૂરી અપાઇ હતી. એટીવીટી હેઠળ 4 લાખના ખર્ચે ખાનગી કામ કરવાની વહીવટી મંજૂરી ભયંકર શંકામાં આવી છે. જોગવાઈ ન હોવાના સવાલોને પગલે વહીવટી અને તાંત્રિક મંજૂરી આપનાર સત્તાધીશો સામે ગંભીર સવાલો ઉભા થયા છે. સમગ્ર બાબતે પુછપરછ કરતા તાત્કાલિક અસરથી ફાઇલ શોધવા મથામણ શરૂ કરી છે.
શંકાસ્પદ@બેચરાજી: બિલ્ડરની સ્કીમ સુધીના રોડ માટે 4લાખની વહીવટી મંજૂરી આપી
મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાના બેચર ગામથી વિરમગામ હાઇવે તરફ જતાં બંગલાઓ બની રહ્યા છે. મોટા ગજાના બિલ્ડરો હોઇ તાલુકા પંચાયતની એટીવીટી સમક્ષ માર્ગનું કામ સુચવવામાં આવ્યું હતું. ધારાસભ્ય ભરત ઠાકોરે હાઇવે નજીકના વેદાંત બંગલોથી સદારામ બંગલો સુધીનો માર્ગ બનાવવા એટીવીટીમા કહ્યું હતું. આથી તાલુકા પંચાયત પ્રમુખ, ટીડીઓ અને પ્રાન્ત અધિકારી સહિતનાએ મંજૂરી આપી દીધી છે. 4 લાખના ખર્ચે રોડ બનાવવા વહીવટી અને તાંત્રિક મંજૂરી પણ આપી દેતાં ચકચાર મચી ગઇ છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, સત્તાધીશોએ મંજૂર કરેલ કામ એટીવીટીના ધારાધોરણ મુજબ ન હોવાની સ્થિતિ વચ્ચે સવાલો ઉભા થયા છે. સમગ્ર બાબતે અટલ સમાચાર ડોટ કોમ દ્વારા તપાસ કરતા આ ખાનગી કામ હોઈ અગાઉ રોકી રાખી મંજૂર કર્યું ન હતું. જોકે કોઈ કારણસર અધિકારીઓએ 4 લાખની વહીવટી અને તાંત્રિક મંજૂરી આપી દેતાં હવે પુનઃવિચારણા કરવા દોડધામ મચી ગઇ છે.