ફાઇલ તસવીર
આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,ખેડબ્રહ્મા

ખેડબ્રહ્મા અને પોશીના તાલુકા પુરવઠા વિભાગના સરકારી ગોડાઉન મેનેજર તરીકે ફરજ બજાવતા બી.એસ.કટારા છેલ્લા એક મહિનાથી એક યા બીજી રીતે સતત વિવાદમાં રહેતા તેમજ તાજેતરમાં મગફળીની ટેકાના ભાવે કરવામાં આવી રહેલ ખરીદીમાં પણ ગેરીરીતિની રજુઆતો સામે આવી હતી. આથી ઉચ્ચકક્ષાએથી તાત્કાલિક ધોરણે ગોડાઉન મેનેજરની વેરાવળ (સૌરાષ્ટ્ર) માં બદલી કરી દેવાતા પુરવઠા વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓમાં સોપો પડી ગયો છે. વારંવાર અનાજ અને ખાંડના દરેક કટ્ટામાંથી ૨ થી ૩ કિલોની ઘટ્ટથી પંથકમાં અવાર-નવાર વિવાદો સામે આવતા રહયા છે.આ અંગે ચાર્જમાં આવેલા ગોડાઉન મેનેજર પી.જે.પરમારનો સંપર્ક કરતા તેમણે બદલીના કારણ અંગે કઈં કહેવાનો ઇન્કાર કર્યો હતો અને હવે સસ્તા અનાજની દુકાનધારકોને ઘટ્ટની સમસ્યા નહીં રહે અને તેનો ઉકેલ આવી જશે એવો પણ વિશ્વાસ વ્યકત કર્યો હતો.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code